________________
પ્રદેશથી, સકળ કર્મનું છૂટવું, સકળ બંધનથી મુકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષ તત્ત્વ કહીએ.
નવ તત્ત્વના ભેદ :
જીવ તત્ત્વ : જીવના મૂળ ભેદ ચૌદ : ૧ સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈંદ્રિય, ૪ તેઈંદ્રિય, ૫ ચૌરેંદ્રિય, ૬ અસંજ્ઞી પંચેન્દ્રિય, ૭ સંશી પંચેન્દ્રિય, એ સાતના અપ્રજાપ્તા ને પ્રજાપ્તા મળી ચૌદ ભેદ. વિસ્તારથી ૫૬૩ ભેદ છે. ૧૪ ભેદ નરકના, ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેદ મનુષ્યના અને ૧૯૮ ભેદ દેવતાના મળી કુલે ૫૬૩ ભેદ જીવના છે.
અજીવ તત્ત્વ : અજીવના મુખ્ય ભેદ ચૌદ: ૧ ધર્માસ્તિ કાયનો સ્કંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૪ અધર્માસ્તિકાયનો સ્કંધ, ૫ દેશ, ૬ પ્રદેશ, ૭ આકાશાસ્તિકાયનો સ્કંધ, ૮ દેશ, ૯ પ્રદેશ, ૧૦ અદ્ધા સમય કાળ. એ દસ ભેદ અરૂપી અજીવના કહ્યા. રૂપી અજીવના ચાર ભેદ: ૧૧ પુદ્ગલાસ્તિકાયનો સ્કંધ, ૧૨ સ્કંધનો દેશ, ૧૩ સ્કંધનો પ્રદેશ, ૧૪ પરમાણુ પુદ્ગલ. વિસ્તારે ૫૬૦ ભેદ અજીવના છે.
પુણ્ય તત્ત્વ : તે નવ પ્રકારે કરી જીવ પુણ્ય ઉપાર્જે. ૧ અન્ન, ૨ પાણી, ૩ લયણ, ૪ સયણ, ૫ વત્થ, ૬ મન, ૭ વચન, ૮ કાય, ૯ નમસ્કાર પુણ્ય, તેના શુભ ફળ ૪૨ પ્રકારે કરી જીવ ભોગવે.
૯૬