________________
તેને પુણ્ય તત્વ કહીએ.
૪. પાપ તત્વ: કોને કહીએ? - અશુભ કમાણીએ કરી, અશુભ કર્મના ઉદયે કરી જેનાં ફળ ભોગવતાં આત્માને કડવાં લાગે, તેને પાપ તત્વ કહીએ.
૫. આસવ તત્વ: કોને કહીએ? - જે અવ્રત ને અપચ્ચકખાણે કરી, તથા વિષયકષાયને સેવ કરી, આત્મારૂપી તળાવને વિષે ઈંન્દ્રિયાદિક ગરનાળે - છિદ્ર કરી, કર્મરૂપી જળનો પ્રવાહ આવે તેને આસવ તત્ત્વ કહીએ.
૬. સંવર તત્વ: કોને કહીએ? - આત્મારૂપી તળાવને વિષે ઈંન્દ્રિાદિક ગરનાળે - છિદ્ર કરી, કર્મરૂપી જળનો પ્રવાહ આવે તેને વ્રત પચ્ચકખાણે કરી રોકીએ, તેને સંવર તત્વ કહીએ.
૭. નિર્જરા ત: કોને કહીએ? - જે આત્માના પ્રદેશ સાથે વળગેલા કમને, બાર ભેદે તપસ્યા કરી દેશ થકી નિર્જર (આંશિક), તેને નિર્જર તત્વ કહીએ.
૮. બંધ તત્વ: કોને કહીએ? - આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ગલના દળ ખીર - નીરની પેરે, લોહપિંડ અગ્નિની પેરે, લોલીભૂત થઈ બંધાય તેને બંધ તત્વ કહીએ.
૯. મોક્ષ તત્વ: કોને કહીએ? - જે આત્માના સકળ