________________
નવ તત્વ (ટુંકમાં) (તત્વ એટલે મૂળભૂત અંગ જેનો ગુણધર્મ, એકાંત અમૃત હોય, એકાંત ઝેર હોય અથવા અમૃત-ઝેર બંને મિશ્રિત હોય. તેનું ફળ, અને બદલો કેટલો ઉપકારક અથવા ઝેરી છે, તેનું વિશ્લેષણ કરીને તે પ્રમાણે વર્તન - જીવનનું કમ ગોઠવવું જરૂરી છે. હળાહળ ઝેર હોય તેનું નિશ્ચયથી ત્યાગ એજ એનું ઉપાય. અમૃતનું નિશ્ચિત આચરણ અને મિશ્રનું તે રીતે.)
વિવેકી સમદષ્ટિ જીવને નવ પદાર્થ જેવા છે તેવા તથા રૂપ બુદ્ધિ પ્રમાણે ગુરૂ આમન્યાથી ધારવાની જરૂર છે. તે પ્રથમ નવ તત્વના નામ તથા લક્ષણ:
૧. જીવતત્વ: કોને કહીએ? - ચેતન લક્ષણ સહીત, સદા ઉપયોગી, અસંખ્યાત પ્રદેશી, સુખદુ:ખનો જાણ, સુખદુ:ખનો વેદક, સુખદુ:ખનો કર્તા, સુખદુ:ખનો ભોક્તા, અજર, અમર, અરૂપી, સદા શાશ્વતો છે, તેને જીવ તત્વ કહીએ.
૨. અજીવતત્વ: કોને કહીએ? - જડ, મૂઢ, ચેતન લક્ષણ રહિત, વર્ણાદિક રૂપ સહિત અને રહિત સુખદુ:ખને વેદે નહિં તેને અજીવ તત્વ કહીએ.
૩. પુણ્ય તત્વ: કોને કહીએ? - જે શુભ કમાણીએ કરી, શુભ કમાણી ઉદયે કરી, જેનાં ફળ ભોગવતાં આત્માને મીઠાં લાગે,