________________
મહેલનો નીંવ (પાયો) તે સમક્તિ. ૪ ધર્મરૂપી માલની દુકાન તે સમક્તિ. ૫ ધર્મરૂપી ભોજનનો થાળ તે સમક્તિ ૬ ધર્મરૂપી દેશવ્રત. મહાવ્રતરૂપી રત્નની તિોરી તે સમક્તિ. [૧૨] સમક્તિની છ ભાવના :- `આત્મા છે. (જીવાદિક નવ પદાર્થ ચિંતવે) ‘આત્મા નિત્ય છે. (આત્મા ઉત્પતિ વિનાશ રહિત છે) આત્મા કર્તા છે. (શુભાશુભનો કરનાર તે પોતાનો જીવ છે) ‘આત્મા-ભોક્તા છે. (કીધા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી) “મોક્ષ છે. (સર્વ કર્મ) / પાપથી મુક્ત થવું (છૂટવું) તે.) ‘મોક્ષનો ઉપાય છે. (સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ) સમ્યક્ દર્શનના નિવાસ માટે છ પદની ભાવના સર્વોત્કૃષ્ટ છે.
* શ્રી સમક્તિ સડસઠીઓ સંપૂર્ણ *
* સ્વછંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરૂના લક્ષે ચાલે, તેને પ્રત્યક્ષ ગણીને વીતરાગે ‘સમક્તિ’ કારણ કહ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર
ચારિત્ર વિનાનું જ્ઞાન, સમ્યગ્દર્શન વિનાનું મુનિપણું અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે.
૯૩