________________
વસમું જાણે. શુદ્ધ દેવ ગુરૂ ધર્મને આદરે, અશુદ્ધને પરિહરે આપદા આવે કોઈનો વાંક દેખે નહિ. ક્ષમા ઘણી ઘણી રાખે. ૨ સંવેગ કહેતા વૈરાગ્ય વાસના ઘણી રાખે સંસારથી સદા ઉદાસી રહે. ૩ નિર્વેગ કહેતાં વિષય કષાયની અભિલાષા ન કરે. મોક્ષની અભિલાષા કરે. ૪ અનુકંપા કહેતાં દુ:ખી પ્રાણી દેખી કંપે. સર્વ જીવ ઉપર અનુકંપા રાખે. ૫ આસ્તા કહેતાં જિન વચન પદાર્થ આસ્તિ ભાવે છે તે આસ્તિ ભાવે માને, અને નાસ્તિ ભાવે છે તે આસ્તિ ભાવે માને, અને નાસ્તિ ભાવે છે તે નાસ્તિ ભાવે માને, [૬] સમક્તિના પાંચ ભૂષણ : ૧ જૈન શાસનને વિશે ચતુરાઈ કરે, ૨ નિર્વિઘ કરણી કરી જિન શાસન દીપાવે ૩ડગતાને સ્થિર કરે, નવાને ધર્મ પમાડે, ૪ સુસાધુની સેવા કરે, ૫ સાધમની ભક્તિ કરે [૩] સમક્તિના પાંચ દોષ : ૧ જિન વચન સિદ્ધાંતમાં શંકા કરે ૨ મિથ્યાત્વી મતની ઈચ્છા કરે. ૩ ધર્મકરણીના ફળનો સંદેહ આણે. ૪ પાખંડી મતની પ્રસંશા કરે. ૫ પાખંડીનો પરિચય કરે. એ દોષ જરૂર ટાળવા જોઈએ. [૮] સમક્તિની આઠ પ્રભાવના: ૧ જે કાળમાં જેટલાં સૂત્રો હોય એને ગુરૂગમથી જાણી, જિન શાસનને વિષે ચતુરાઈ કરી, ૨ ધર્મકથા કરી, વ્રત નિયમ લેવા માટેનું પ્રચાર કાર્ય કરી, ૩ બાદર દષ્ટાંત દઈ, ૪ સુસાધુના ગુણ કહી, ૫ કઠિન તપશ્ચર્યા કરી, ૬ તપશ્ચર્યાથી