________________
* સમક્તિ સડસઠીઓ * | [૧] સમક્તિની ચાર સહણા: ૧, જીવાદિક નવ પદાર્થ જાણવાને કાજે અભ્યાસ કરવો. ૨, તત્વના જાણ આચાર્યાદિકની પપાસના કરવી. ૩, છતા પદાર્થ ગોપવી પોતાનો મત ચલાવે એવા નિહવાદિકનો પરિચય ટાળવો. ૪, કુદર્શનીનો સંઘ વર્જવો. [૨] સમક્તિના ત્રણ લિંગ ૧, જેમ કિન્નર જાતિના દેવતા રાગના જાણ ગીત ઉપર એક ચિત્ત આપે, તેમ ગુરુનો ઉપદેશ એક ચિત્તે સાંભળવો. ૨, ભૂખ્યો જેમ અન્નની અભિલાષા કરે તેમ ધર્મની અભિલાષા કરવી. ૩, જેમ વ્યાવહારિક જ્ઞાન શિખવાની તીવ્ર અભિલાષા હોય તેમ વીતરાગના કહેલા સૂત્રોનું જ્ઞાન સાંભળવાની તથા શિખવાની તીવ્ર અભિલાષા કરવી. [૩] સમક્તિના દશ વિનય. ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્યજી, ૪ ઉપાધ્યાયજી, ૫ ગુરૂજી, ૬ ચતુર્વિધ સંઘ, ૭ સમદષ્ટિ, ૮ સૂત્ર સિદ્ધાંત, ૯ ધર્મ-એમની ભક્તિ સ્તુતી કરવી. ૧૦ કોઈના અવર્ણવાદ બોલવા નહીં. [૪]. સમક્તિની ત્રણ શુદ્ધતા: ૧અરિહંતને દેવ કરી જાણવા, ૨ સુસાધુને ગુરૂ કરી જાણવા, ૩ કેવળી પ્રરૂપીત ક્ષમા, દયાને ધર્મ કરી જાણવો. [૫] સમક્તિના પાંચ લક્ષણ: ૧ શમ કહેતાં અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભ એ ચારને ક્ષયોપશમાવે. સમાને સમું ને વસમાને