________________
બાવીસમું સમક્તિ દ્વાર પહેલે ને ત્રીજે ગુણઠાણે સમક્તિ નથી, મિથ્યાત્વ છે. બીજે ગુણઠાણે ૧ સાસ્વાદાન સમક્તિ છે. ચોથાથી સાતમાં ગુણ સુધી ૪ સમક્તિ લાભ. ૧ ઉપશમ, ૨ક્ષયોપશમ, ૩વેદકને૪૪ લાયક. આઠમાંથી અગિયારમા ૨ ગુણઠાણા સુધી ૩ સમક્તિ લાભે + ૧ ઉપશમ, ક્ષયોપશમ, ૩ ક્ષાયક બારમે, તેરમે, ચૌદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૧ ક્ષાયક લાભે. નોંધ: ગુણસ્થાનના ૨૩ દ્વારમાંથી ફકત ૭ દ્વાર અહીં આપેલા છે.
* ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો
જોઈએ. જેથી તે પરમાર્થ સિદ્ધ થાય, તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. * આત્માની શંકા આત્મા આપ પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી. એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે.
-શ્રીમદ્ રાજચંદ્ર * જુની બોલામણી ક્ષાયક, નવી બોલમણી ક્ષાયિક છે. + ઘણા સંપ્રદાયની માન્યતા પ્રમાણે બે સમક્તિ લાભે. ૧ ઉપશમ ૨ ક્ષાયક
૮૯