________________
ચોથું સ્થિતિ દ્વાર પહેલા ગુણઠાણાની સ્થિતિના ત્રણ ભેદ: ૧ આણાદિયા ને અપજવસિયા, તે અભવ્ય જીવ + આશ્રી આદિ અંત નથી. ૨ અણાદિયા ને સપજવસિયા, તે ભવ્યજીવ આશ્રી આદિ નથી, પણ અંત છે. ૩ સાદિયા ને સપજવસિયા, તે સમક્તિ પડવાઈ જીવ આશ્રી આદિ છે અને અંત પણ છે તેની સ્થિતિ + જઘન્ય અંતમુહુર્તની. + ઉત્કૃષ્ટી અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશે ઉણી. બીજા ગુઠાણાની સ્થિતિ : જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટી ૬ આવલીકા, ૭ સમયની - ત્રીજા ગુણઠાણાની સ્થિતિ : જઘન્ય અંતમુહૂર્તની. ચોથા ગુણઠાણાની સ્થિતિ : જઘન્ય અંતમુહૂર્તની. ઉ. ૬૬ સાગરોપમ ઝાઝેરાની. પાંચમા ગુણઠાણાની સ્થિતિ : જઘન્ય અંતમુહૂર્ત ઉ. દેશ ઉણી કોડ પૂર્વની છઠ્ઠા ગુણઠાણાની સ્થિતિ : જઘન્ય ૧ સમયની, ઉ. દેશ ઉણી કોડ પૂર્વની - સાતમાથી અગિયારમા ગુણઠાણા સુધીની સ્થિતિ : જધન્ય ૧ સમયની ઉ. અંતર્મુહુર્તની બારમા ગુણઠાણાની સ્થિતિ : જઘન્ય અંતમુહૂર્તની ઉ. દેશે ઉણી કોડ પૂર્વની. ચૌદમા ગુણઠાણાની સ્થિતિ : પાંચ લઘુ અક્ષરની અ, ઈ, ઉ, 8, લ બોલવા પ્રમાણે જાગવી.
* આશ્રી = સંબંધમાં + જઘન્ય = ઓછામાં ઓછી + ઉત્કૃષ્ટી = વધુમાં વધુ
૮૭