________________
સ્વામીનાથ! તેને શું ગુણ થયો ? ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું: બારમે ગુણઠાણે અપડવી થયો પડવાનો ભય ટાળો. બારમેથી અવશ્યમેવ તેરમે જાય બોલ દશ લઈ જાય, તે ૧ સશરીરી, ૨ સજોગી, ૩ સલેશી, ૪ શુકલ લેશી, ૫ ક્ષાયક સમક્તિ, યથાવાત ચારિત્ર, ૭ પંડિત વીર્ય ૮ શુકલ ધ્યાન, ૯ કેવળ જ્ઞાન, ૧૦ કેવળ દર્શન. તેરમેથી ચૌદમે અજોગી કેવળી, ગુણઠાણે જાય, ત્યાં બોલ સાત લઈ જાય, તે ૧ સશરીરી, રક્ષાયક સમક્તિ, ૩યાખ્યાત ચારિત્ર, ૪ પંડિત વીર્ય, ૫ શુક્લ ધ્યાન, ૬ કેવળ જ્ઞાન, ૭ કેવળ દર્શન. ચૌદમા ગુણઠાણાથી અવશ્ય મોક્ષ જાય, ત્યાં ત્રણ બોલ લઈ જાય, તે ૧ ગ્લાયક સમક્તિ, ૨ કેવળ જ્ઞાન, ૩ કેવળ દર્શન.
ત્રણ દ્વાર સમાપ્ત