________________
આદિ છમાસી તપ જાણે, સરદયે પ્રરૂપે ને સ્પર્શે તે વિષે ગૌતમસ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછયું : સ્વામીનાથ! તેને શું ગુણ થયો? ત્યારે ભગવંતદેવે કહ્યું : જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટો ત્રીજે ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. અહીં સૂક્ષ્મ માત્ર સંજવલનો લોભ રહ્યો છે, તેથી સૂક્ષ્મ સંપરાય એવું નામ દીધું છે.
અગિયારમા ઉપશાંત મોહ ગુણઠાણાના લક્ષણ:
૨૮ પ્રકૃતિને ઉપશમાવે, તે ૨૭ પૂર્વે કહી તે અને સંજવલનો લોભ, એવં ૨૮ મોહનીય કર્મ પ્રકૃતિને ઉપશમાવે સર્વથા ઢાકે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિ છ માસી તપ જાણે, સરદહે, પ્રરૂપે ને સ્પર્શે તે વિષે ગૌતમસ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંત દેવને પૂછયું : સ્વામીનાથ! તેને શું ગુણ થયો? ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું: પડવાઈ ગુણઠાણો પડે છે તો દશમે ગુણઠાણે આવે. અને જો કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઉપજે. બારમા ક્ષીણમોહ ગુણઠાણાનાં લક્ષણ : ૨૮ પ્રકૃતિને સર્વથા ખપાવે, અહીંયા ક્ષપક શ્રેણી, ક્ષાયક ભાવ, ક્ષાયક સમક્તિ અને યથાખ્યાત ચારિત્ર હોય ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિ છ માસી તપ જાણે, સરદહે, પ્રરૂપે ને સ્પર્શે તે વિષે ગૌતમસ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંત દેવને પૂછયું
૮૫