________________
શ્રેણી, ઉપશમ શ્રેણીવાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિના દળને ઉપશમાવતો અગિયારમાં ગુણઠાણા સુધી જાય, પડવાઈ પણ થાય અને ક્ષપકશ્રેણીવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દળને ખપાવતો શુદ્ધ મૂળમાંથી નિર્જરા કરતો, નવમે દશમે ગુણઠાણે જાય, અપડવાઈ જ હોય, વર્ધમાન પરિણામ - પરિમણે.
નવમા અનિયટ્ટી બાદર ગુણઠાણાનાં લક્ષણ:
૨૧ પ્રકૃતિને ક્ષયોપશમાવે, તે ૧૭ પૂર્વે કહી તે અને ૧ સંજવલની માયા, ૨ સ્ત્રીવેદ, ૩ પુરૂષવેદ, ૪ નપુસંકવેદ, એવં ૨૧ પ્રકૃતિને ક્ષયોપશમાવે, ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિ છ માસી તપ જાણે, સરદહે, પ્રરૂપે ને સ્પર્શે તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછયું : સ્વામીનાથ! તેને શું ગુણ થયો? ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું : જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉો ત્રીજે ભવે મોક્ષ જાય. અહીં વેદ વિકાર ટળ્યો, અવેદી થયો.
દશમા સૂક્ષ્મ સ પરાય ગુણઠાણાનાં લક્ષણ : ર૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે, તે ૨૧ પૂર્વે કહી તે અને ૧ હાસ્ય, ૨ રતી, ૩ અરતિ, ૪ ભય, ૫ શોક, ૬ દુર્ગચ્છા એવં ૨૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકરશી
८४