________________
સાતમા અપ્રમત સંજતિ ગુણઠાણાનાં લક્ષણ: ૧૬
પ્રકૃતિને ક્ષયોપશમાવે, તે ૧૫ પૂર્વે કહી તે અને ૧. + સંજવલનો કોઇ એવં ૧૬ પ્રકૃતિને ક્ષયોપશમાવે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિ છ માસી તપ, જાણે X સરદહે, પ્રરૂપે ને સ્પર્શે તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછયું: સ્વામીનાથ! તેને શું ગુણ થયો? ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું: જઘન્ય તે જ ભવે મોક્ષ જાય. ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. અહીં પ્રમાદ ટળ્યો. અપ્રમાદી થયો.
આઠમા નિયટ્ટી બાદર ગુણઠાણાનાં લક્ષણ:
૧૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે, તે ૧૬ પૂર્વે કહી તે અને ૧ સંજવલનું નામ એવં ૧૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિ છ માસી ત૫ જાણે, સરદહે પ્રરૂપેને સ્પર્શે તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછયું : સ્વામીનાથ! તેને શું ગુણ થયો ? ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું : જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. અહીં પરિણામ ધારા, અપૂર્વ કરણ અને શુક્લ ધ્યાન આવ્યું. અહીંથી શ્રેણી બે કરે. ૧ ઉપશમ શ્રેણી ને રક્ષપક
+ સંજવલ અથવા સંજવલન પણ કહેવાય છે. *સરદd: શ્રદ્ધ