________________
સ્વામીનાથ ! તેને શું ગુણ થયો ? એટલે ભગવંત દેવે કહ્યું:- કૃષ્ણપક્ષી હતો, તે શુક્લપક્ષી થયો, અડદના દાણા જેવો કાળો હતો, તે છડી દાળ સરખો ઉજળો થયો. અડધા પુદ્ગલમાં મોક્ષ જશે. વ્યવહારીઆ દૃષ્ટાંતે.
ચોથા અવિરતિ સમક્તિ ગુણઠાણાનાં લક્ષણ
તે સાત પ્રકૃતિને ક્ષયોપશમાવે તે ૧ અનંતાનુ બધી ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ, ૫ સમક્તિ મોહનીય, ૬ મિથ્યાત્વ મોહનીય, ૭ સમા મિથ્યાત્વ મોહનીય, એ સાત પ્રકૃતિને કાંઈક ઉપશમાવે અને કાંઈક ક્ષય કરે, તેને ક્ષયોપશમ સમક્તિ કહીએ. અને એ સાત પ્રકૃતિને સર્વથા ઉપશમાવે, ઢાકે, તેને ઉપશમ સમક્તિ કહીએ અને એ સાત પ્રકૃતિના દળને સર્વથા ક્ષય કરે તેને ક્ષાયક સમક્તિ કહીએ. ચોથે ગુણઠાણે આવ્યો થકો, જીવાદિક પદાર્થ ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી, નોકારશી આદિ છ માસી તપ જાણે સરદહે, (શ્રદ્ધે), પ્રરૂપે પણ ફરસી શકે નહીં. તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછ્યું : સ્વામીનાથ ! તેને શું ગુણ થયો ? ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું : જો સમક્તિ વમન ન કરે તો જઘન્ય ત્રીજે ભવે મોક્ષ જાય. ઉત્કૃષ્ટો પંદર ભવે મોક્ષ જાય. આયુષ્યનો બંધ સમક્તિ આવ્યો પછી પડે, તો સાત બોલ વરજીને તે ૧ નરક, ૨ તિર્યંચ, ૩ ભવનપતિ, ૪
८०