________________
વાણવ્યંતર, ૫ જ્યોતિષી, ૬ સ્ત્રીવેદ અને ૭ નપુંસકવેદ એવં સાત બોલમાં આયુષ્યનો બંધ પડે નહિ. મનુષ્ય તિર્યંચના ભવમાં આયુષ્ય બાંધે, વૈમાનિકનું, દેવતા નારકીમાં આયુષ્યનો બંધ બાંધે તો, મનુષ્ય નો બાંધે.
પાંચમાં દેશ વિરતિ ગુણઠાણાનાં લક્ષણ :
અગિયાર પ્રકૃતિને ક્ષયોપશમાવે તે સાત પૂર્વે કહી તે અને અપચ્ચખાણી, ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ એવં ૧૧ પ્રકૃતિને કાંઈક ઉપશમાવે, અને કાંઈક ક્ષય કરે તેને ક્ષયોપશમ સમક્તિ કહીએ, ઢાકે તો ઉપશમ અને ક્ષય કરે તો ક્ષાયક સમક્તિ કહીએ. પાંચમે ગુણઠાણે આવ્યો થકો, જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિદઈને છમાસી તપ જાણે, સરદહે, પ્રરૂપે, શક્તિ પ્રમાણે સ્પર્શે તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછયું: “સ્વામીનાથ! તેને શું ગુણ થયો?'' ત્યારે શ્રી ભગવંતદેવે કહ્યું: જો સમક્તિ વમન ન કરે તો જઘન્ય ત્રીજે ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટ પંદર ભવે મોક્ષ જાય અને આયુષ્યનો બંધ એક જ વૈમાનિક ગતિનું બાંધે.