________________
થાય? ત્યારે શ્રી ભગવંત દેવે કહ્યું : અર્ધા પુગલ પરાવર્તમાં મોક્ષ જાય, તે વ્યવહારીઆ ઉપર લાખ કરોડનું દેવું હતું, તે પરદેશ જઈને આવ્યો, દેવું દેતા બાકી અડધા રૂપિયાનું દેવું રહ્યું, તેમ અર્ધ પુદ્ગલ સંસાર ભોગવતો રહ્યો.
ત્રીજા સમામિથ્યાત્વગુણઠાણાના લક્ષણ: તે જિનમાર્ગને અન્ય માર્ગ સરખા કરી જાણે. ભલા ભૂંડાની ખબર નથી. જેમ કોઈ નગર બહાર સાધુ મહાપુરુષ પધાર્યા છે, તેને શ્રાવક વાંદવા જાય છે, તેવામાં મિશ્ર પ્રષ્ટિવાળો મિત્ર મળ્યો. તેણે પૂછયું: કયાં જાઓ છો? ત્યારે શ્રાવક કહે: સાધુ મહાપુરુષને વાંદવા જઉં છું. ત્યારે મિશ્ર દ્રષ્ટિવાળો કહે: એને વાંદે શું થાય? ત્યારે શ્રાવક કહે મહા લાભ થાય. ત્યારે કહે: હું પણ વાંદવા આવું? ત્યારે કહે: ભલે ચાલો અને તેણે સાધુને વાંદવા ભણી એક પગ ઉપાડયો. તેવામાં બીજો મહામિથ્યાત્વી મિત્ર મળ્યો. તેણે પૂછયું: તમે આ શ્રાવક સાથે ક્યાં જાઓ છો? ત્યારે કહ્યું: સાધુ મહાપુરુષને વાંદરા જઈએ છીએ. ત્યારે મહામિથ્યાત્વી કહે: એને વાંદે શું થાય? એ તો મેલાઘેલા છે, ઘોડા, હાથી માર માર કરતા આવે, તો મસીદમાં પેસી જઈએ, પણ એ મેલડા ઘેલડા સાધુ પાસે ન જઈએ. એટલે તે મિશ્ર ગુણસ્થાનકવાળો ચાલતો હતો તે અટક્યો. તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછયું:
૭૮.