________________
બીજું લક્ષણ અને ત્રીજો ગુણ (એ બે દ્વાર સાથે કહે છે.)
પહેલો મિથ્યાત્વ ગુણઠાણાના લક્ષણ : જે પચીસ પ્રકારનું મિથ્યાત્વ સેવે, સેવરાવે અને સેવતા પ્રત્યે અનુમોદે, તે વિષે શ્રી ગૌતમ સ્વામીએ હાથ જોડી, માન મોડી, વંદના નમસ્કાર કરી શ્રી ભગવંત દેવને પૂછ્યું : સ્વામીનાથ! તેને શું ગુણ થાય ? ત્યારે શ્રી ભગવંત દેવે કહ્યું : ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવયોનિમાં વારંવાર પરિભ્રમણ કરે, પણ સંસારરૂપ સમુદ્રમાંથી પાર પામે નહીં.
બીજા સાસ્વાદાન ગુણઠાણાના લક્ષણ : જેમ કોઈ પુરુષે ખીરખાંડનું ભોજન જમ્યા પછી તેજ વખતે તેણે વમન કર્યું, ત્યારે તેને બીજા માણસે પૂછ્યું : તમને શું સ્વાદ રહ્યો ? તેણે કહ્યું: મને અલ્પ (થોડો) સ્વાદ રહ્યો. તેમજ તે સમાન સમક્તિ અને વમ્યો તે સમાન મિથ્યાત્વ, અથવા તો આંબાને દ્રષ્ટાંતે-જીવરૂપ આંબો તેના પરિણામરૂપ ડાળથી, સમક્તિરૂપ ફળ મોહરૂપ વાયરે કરી તુટયું, મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પડ્યું નથી, વચમાં છે, ત્યાં સુધી સાસ્વાદાન સમક્તિ કહીએ, અને ધરતીએ આવી પડ્યું, ત્યારે મિથ્યાત્વ. તે વિષે ગૌતમસ્વામીએ હાથ જોડી, માન મોડી, વંદના નમસ્કાર કરી શ્રી ભગવંત દેવને પૂછ્યું : સ્વામીનાથ ! તેને શું ગુણ
૭૮