________________
શ્રી ગુણસ્થાન (ગુણઠાણા) પ્રથમ ત્રેવીસ દ્વારના નામ આ પ્રમાણે છે : ૧ નામ, ૨ લક્ષણ, ૩ ગુણ, ૪ સ્થિતિ, ૫ કિયા, ૬ સત્તા, ૭ બંધ, ૮ વેદેય, ૯ ઉદય, ૧૦ ઉદિરણા, ૧૧ નિર્જરા, ૧૨ ભાવ, ૧૩ કારણ, ૧૪ પરિષહ, ૧૫ માર્ગણા, ૧૬ આત્મા, ૧૭ જીવના ભેદ, ૧૮ જોગ, ૧૯ ઉપયોગ, ૨૦ વેશ્યા, ૨૧ ચારિત્ર, ૨૨ સમક્તિ, ૨૩ અલ્પબહુqદ્વાર. તેમાંથી અહીં સાત દ્વારા નીચે પ્રમાણે આપ્યા છે. નોંધ: કમાંક ૨ લક્ષણના વિવેચનમાં સરદહ શબ્દ આવે છે. સરદહે એટલે શ્રદ્ધ, શ્રદ્ધા અર્થાત્ આસ્થા રાખે.
પહેલું નામ વાર ૧ મિથ્યાત્વ ગુણઠાણું, ૨ સાસ્વાદાન ગુણઠાણું, ૩ સમામિથ્યાત્વ ગુ, ૪ અવિરતિ સમક્તિ ગુ., ૫ દેશ વિરતિ ગુ., ૬ સર્વ વિરતિ ગુ, ૭ અપ્રમત સંયતિ ગુ, ૮ નિયટ્ટી બાદર ગુ, ૯ અનિયટ્ટી બાદર ગુ, ૧૦ સૂક્ષ્મ સંપરાય ગુ, ૧૧ ઉપશાંત મોહ ગુ, ૧૨ ક્ષીણ મોહ ગુ, ૧૩ સજોગી કેવલી ગુ, ૧૪ અજગી કેવલી ગુણઠાણું.