________________
સાગારી સંથારો પાળવાની વિધિ
નવકારથી તસ્સ ઉત્તરી” સુધીનો પાઠ કહીને ઈરિયા વહિયાનો તથા ચાર લોગસ્સનો કાઉસ્સગ કરવો પછી ઉપર લોગસ્સ બોલાવવો. પછી પોસહવ્રત પાળવાની વિધિ મુજબ સંથારો પાળવો. પછી ત્રણ નામોથુણ કહેવા. ઉપવાસ (ચૌવિહાર, તિવિહાર) વિગેરે પચ્ચખાણ
લેવાની વિધિ ૧ ચાવિહાર ઉપવાસ: કાલ દિવસ ઉગ્યા સુધી ચઉવિહં પિ આહાર પચ્ચખામિ (બીજાને પચ્ચખાણ આપવા હોય તો પચ્ચખાણ બોલવું) અસણં, પાણ, ખાઈમં, સાઈમ, અન્નત્થાણા ભોગેણં, સહસા ગારેણં, અપાણે વોસિરામિ. (બીજાને પચ્ચખાણ આપવા હોય તો “વસિરે’ બોલવું.) ૨તિવિહાર ઉપવાસ: કાલ દિવસ ઉગ્યા સુધી તિવિહં પિ આહાર પચ્ચખામિ, અસણં, પાણં, ખાઈમ, સાઈમ અન્નત્યાણા ભોગેણ (અજાણતા વસ્તુ મોઢામાં મુકાઈ જાય) સહસ્સા ગારેણં (બળાત્કાર કોઈ વસ્તુ મોઢામાં મુકે) અપ્પા વોસિરામિ. (તિવિહાર ઉપવાસમાં ફકત પાણી પિવાની છૂટ રહે છે.)
છે.