________________
સાગારી સંથારો, ઉપવાસ વિ. લેવાની રીત
આગ, મકાન હોનારત, મુસાફરી કે ધરતીકંપ જેવા કોઈ પણ સંકટ/અકસ્માતનાં પ્રસંગોમાં આ સંથારો કરવો ખૂબ જ અગત્યનું છે.
સાગારી સંથારો કરતી વખતે સંકટ પુરો થાય ત્યાં સુધી અથવા ચોક્કસ સમય મર્યાદાની ધારણા કરવી, અને ધારેલ ચોકકસ સમય-મર્યાદા સુધીમાં સંકટનું નિવારણ ન થયું હોય તો આવશ્યકતા મુજબ ઉમેરો કરવો.
રાત્રીનાં સૂવાનાં સમયથી તે ઉઠતાનાં સમય સુધી પણ આ સંથારો લઈ શકાય છે.
લેવાની રીત: આહાર, શરીર અને ઉપાધી (કુટુંબ, ધંધો, પરિગ્રહ વિગેરે જંજાળ) પચ્ચખું પા૫ અઢાર, મરણ થાય તો વોસિરે વોસિરે અને જીવું તો આગાર.
અર્થ : આહાર, પાણી, શરીર, વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપકરણો એટલે બાહ્ય ઉપધિ અને વિષય કષાય વિગેરે આતર ઉપધિ અને અઢારે પાપ સ્થાનકનો હું ત્યાગ કરૂં છું. ધારણા પ્રમાણે વોસિરાવું છું અને જીવીત રહે તો આગાર, ત્યાર પછી ત્રણ નવકાર મંત્ર ગણવા.