________________
અજાણ્યા ભાઈ પોતાની મેળે, આવૃત્તિની નકલ મુંબઈ સમાચારના જાહેર પુસ્તક પરિચય સમાલોચના માટે મોક્લી આપી અને મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલ અભિપ્રાય તથા જૈન પ્રકાશમાં આ પુસ્તિકાની ઉપયોગીતા માટે આવેલ કિમતી અભિપ્રાયથી તથા અનેક સાધુ સાધ્વીજીઓના સ્તુત્ય ઉપદેશ અને ધર્મપ્રેમી ભાઈઓએ વ્રત લેવાની જરૂરિયાત સમજાવવા કરેલા પ્રયાસના કારણે વપરાશ વધ્યો છે તથા દરેક આવૃત્તિના પ્રકાશનને દાતાઓએ ઉદારતાથી વધાવી લેવાના કારણે - આ રીતે આઠમી આવૃત્તિ સહિત સહુના સહકારથી આ વ્રત વહીનાં પ્રચાર કાર્યને વેગ મળ્યો છે અને આ નવમી આવૃત્તિ બહાર પડે છે. સહુનો આભાર માનું છું.
લી. આણંદજી ભુલા