________________
આ સૂક્ષ્મદર્શક માર્ગ 4 જૈન દર્શન સૂક્ષ્મદર્શક યંત્રથી પણ વધુ સૂક્ષ્મ કાર્યદક્ષ છે. અને તેનાં સિદ્ધાંત હાલનાં વિજ્ઞાનિકોને માન્ય કરવાં પડે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો (હવા) અને વનસ્પતિ એ પાંચે ય જીવ છે. છકાય જીવોમાં તેઓનો પણ સમાવેશ છે. જિનેશ્વર દેવોના આ સનાતન કથન, શોધ માટે દરેક જૈન ગૌરવ અનુભવે છે. અને તેઓ દુભાય, મરે તેમાં હિંસા જ માને છે.
આત્માનો ઉદ્ધાર આત્માએ પોતે જ મન, વચન અને કાયાના યોગબળ કે જેમાં અભુત શક્તિ છે તેનો ઉપયોગ કરીને કરવાનું છે. જૈન ધર્મની આખી જીવનચર્યા ત્યાગવૃત્તિ અને અહિંસાના ભાવ પર રચાયેલી છે. નિર્દોષ દાન, શિયલ, તપ અને ભાવ એ બધું આવકાર્ય છે અને કરવાનું છે. ધર્મકાર્યમાં હિંસા, મિશ્રાની ભેળસેળ ન કરવી.
તિર્થંકર મહાવીરની સાક્ષીએ ધર્મપ્રેમી અને ચાર તીર્થમાં એક તીર્થ-શ્રાવક તરીકે જેઓના નામ સિદ્ધાંતમાં અંક્તિ થયેલા છે એવા આનંદ આદિ દશા શ્રાવક કે જેઓ ગૃહસ્થાશ્રમમાં શુભનિષ્ઠ આદર્શ વ્યવહારિક જીવન ગાળીને પ્રૌઢતાએ પહોંચતા, કરોડોની સંપત્તિના માલિક હતા. તેઓએ પોતાના જીવનના ઉત્કર્ષ માટે, સાધના માટે, શ્રાવકના વ્રત-નિયમ અંગીકાર કરેલા છે. વૈભવ-ઠઠારાને છોડીને ત્યાગમાર્ગ ગ્રહણ કર્યું છે. વિષય વિકારને તથા મોહ મમતાને જીતવા