________________
પ્રાસંગિક
શ્રી વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે વર્તનાર જિનશાસન દીપાવનાર, સાધુજીના સત્તાવીસ ગુણધારી મહાવ્રતધારી શુદ્ધાચારી સાધુ સાધ્વીજી આ વિશાળ લોકમાં જધન્ય ૨૦૦૦ કરોડ વિદ્યમાન હોય જ. એનાથી પણ વધુ હોય એ સર્વવંદનીય છે, પુજનીય છે.
પ્રસંગિક નોંધ : સંવત ૧૯૯૬ થી સં. ૧૯૯૯માં મારો દેશમાં રહેવાનું થતાં (દેશલપુર કંઠી, કચ્છ) અને એ ગાળા દરમ્યાન ચારિત્રશીલ આઠકોટી નાની પક્ષના યુવાચાર્ય સિદ્ધાંતયારગામી શ્રી કુંવરજી સ્વામીનું સંજોગવશાત ત્યાં સ્થિરવાસ હોતાં તેમના વ્યાખ્યાનવાણી તથા રૂબરૂ સંપર્કનું લાભ મળતાં મારા આધ્યાત્મજીવનનું ઘડતર થયું. એમનો ઉપકાર હું ભૂલી શકું એમ નથી. કોટી કોટી વંદન.
નાની પક્ષના સાધુ સાધ્વીજીઓના વ્રત આદરવાની ઉપયોગીતાના સ્તુત્ય ઉપદેશથી આ પુસ્તિકાનું બહોળા પ્રમાણમાં ઉપયોગ થયેલ છે. સમજપૂર્વક લેવાયેલા વ્રત, જીવન ઘડતર માટે કેટલા ઉપયોગી અને ફળદાયી છે તે ઉપદેશની અસરથી અનેક આત્માર્થીઓએ વ્રત આદર્યો છે. ધર્મ માર્ગના પ્રચાર માટે આ એમનો મહાન ઉપકાર છે.
ત્રીજી આવૃત્તિ : ‘આત્મશુદ્ધિ’ના પ્રચાર માટે એક ઉત્કંઠિત
૬૫