________________
કર્મ આઠ : જ્ઞાનાવણીય, દર્શનાવણ, વેદનીય,
મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને
અંતરાય. મોક્ષનો દરવાજો : મનુષ્ય ભવ ફક્ત એક જ વાર છે કે
જ્યાંથી જ્ઞાન અને ક્રિયા વડે સિદ્ધગતિ
અર્થાત મોક્ષમાં જવાય છે. કેવળ જ્ઞાન : આત્માનું આત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન. સ્વ
અને પરનું સંપૂર્ણ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું સર્વપ્રકારથી એક સમયે
જ્ઞાન. નોંધ : કેવળ એટલે ફકત, એકજ બીનહરીફ, સંપૂર્ણ. કેવળજ્ઞાનથી ઉપરવટ બીજો કોઈ જ્ઞાન ન હોય, તે સર્વ દષ્ટિથી સંપૂર્ણ છે. કેવળજ્ઞાનીના તુલ્ય કેવળ જ્ઞાની જ હોય. જ્ઞાન અને દર્શનમાં એક સરખા હોય. એક અંશ પણ હીણ હોય તે કેવળજ્ઞાનીમાં ન ભળે.
૬૦