________________
પચ્ચખાણ શા માટે ? પચ્ચખાણ કરવાથી વેર વિખેર પડેલા વિચારો એકત્રિત થઈ ચોક્કસ સ્વરૂપે આચરણમાં આવે, તેથી વ્યવસ્થિત કાર્યો અને નિયમન થઈ શકે.
પચ્ચખાણ વિશે શ્રીમદ્ રાજચંદ્રનું અભિપ્રાય :
અમુક વસ્તુભણી ચિત્ત ન કરવું અને જે નિયમ કરવો તે પચ્ચખાણ.
પચ્ચખાણ/પ્રત્યાખ્યાનનો હેતુ મહાઉત્તમ અને સૂક્ષ્મ છે. તેમ ન કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ પીઓ કે ભોગવો તો પણ તેથી સંવરપણું નથી. તત્ત્વરૂપે કરીને ઈચ્છાનું રૂંધન કરે તો સંવરપણું નિપજે.
એનાથી આપણું લક્ષ્ય અમુક વસ્તુઓ પુરતું જ મર્યાદિત રહે છે. બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે આ ઘણો મોટો લાભ છે. * જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે; કાન આંખના બાહ્ય મનોરંજનનાં સાધનો જીવનના આનંદ માટે નથી, પીડા માટે છે. જુવાનીમાં બુઢાપો લાવે છે. શીત ઉષગયંત્રની સાહ્યબી રૂક્ષતા વકતા લાવે છે. * મિતાહારી, મિતભાષી બનવાથી તેમજ સ્વાદ અને વચન તથા આંખના દ્રષો ઉપર અંકુશ રાખવાથી પ્રત્યક્ષ તાત્કાલિક ફાયદા અનુભવવામાં આવે છે.