________________
ન પૂંજે અથવા જેમ તેમ પૂંજે મળ, મુત્ર, પરઠવાની ભૂમિનું નિરીક્ષણ ન કરે અથવા માઠી રીતે કરે પૌષધની વિધિ, સજ્ઝાય, ધ્યાન યોગ્ય રીતે ન કરે, પ્રમાદથી કરે।
૧૨ મું વ્રત:- શ્રમણ નિગ્રંથ (સાધુ) ને નિર્દોષ અને ગ્રાહ્ય એવા ભોજન-પાણી, વસ્ર-પાત્ર તથા ઉછીના આપી શકાય તેવા પાટ, બાજઠ વગેરે પોતાના માટે બનાવેલ, પોતાના વપરાશ માટે લીધેલી વસ્તુમાંથી ભક્તિપૂર્વક દાન આપવું તે : કલ્પનીય વસ્તુ અને સચેત વસ્તુ (વનસ્પતિ, પાણી વગેરે)નો સાથે સંઘોં હોય । કલ્પનીય વસ્તુ, સચેત વસ્તુથી ઢાંકેલી કે ઢંકાયેલી હોય છતાં આપે। બગડી ગયેલું આપે, ગોચરી સમયે વહોરાવવાની ભાવના ન ભાવે। પોતે સૂઝતો છતાં નોકર (અન્ય પાસે) પાસેથી વહોરાવે, પોતાની વસ્તુ રાખી પારકી આપે। દાન આપીને અહંકાર - બડાઈ કરે. અનશણ (અન્નશન) સંથારો :
ભવ સુધારવા માટે છેલ્લું કાર્ય, તેના પાંચ અતિચાર : 'આ ભવમાં યશકીર્તિ વધે એવી ઈચ્છા ચિત્તવૃત્તિ રાખવી ‘પરભવે સ્વર્ગ કે ઋદ્ધિની આકાંક્ષા! વાહ વાહ કહેવાય માટે અધિક જીવિત રહેવાની ઈચ્છા। ‘ભૂખ, તરસ વગેરે દુ:ખ - પીડાથી કંટાળી જલદી મરવાની વાંછના કર્મ ખપાવી મોક્ષ પામવાના ધ્યેયને બદલે કામ-ભોગ (શબ્દ, રૂપ, રસ ગંધ સ્પર્શ) મેળવવાની અભિલાષા રાખવી। ૯૯-અતિચાર (દોષો) ને છાંડવા.
૫૭