________________
( ૭ ) ચડતું નથી. તેની પાસે શેઠ જુઠાભાઈ ઓધવજીએ ઘણું મહેનત લઈ બગીચે કર્યો છે તેથી પૂજા માટે ઘણીવાર ફુલ મળે છે. આ ટુંકને બહારને રંગમંડપ મેટો ને જોવાલાયક છે. પશ્ચિમ તરફ એક દ્વાર છે, પણ હાલ તે બંધ છે. બીજું દ્વાર ભીમકુંડ ઉપર પડે છે તેથી યાત્રાળુઓ માટે નહાવા સારૂ પાણી લાવવું સુગમ પડે છે. સુરજકુંડમાં પાણી થઈ રહે છે ત્યારે ન્હાવાની ગેઠવણ આ ટુંકના ચેકમાં કરવામાં આવે છે. પણ પરમેશ્વરની અંગપૂજા કરવાને યોગ્ય થવા માટે હાવા પહેલાં હાલ જે પાણું ભીમકુંડમાં જોવામાં આવે છે તેના કરતાં વધારે શુદ્ધ કરવા માટે બંદેબસ્ત કરવાની અવશ્ય જરૂર છે. ભીમકુંડની પૂર્વ તરફના કિલ્લા ઉપર અસલની ખંડિત પ્રતિમાઓ જોવામાં આવે છે. તેનું મેગ્ય સંગ્રહસ્થાન થાય તો સારું. કેટલાંક વર્ષ ઉપર જુનાગઢના નાગર ઝવેરીલાલ કેશવલાલના બાપ ભગવાનલાલ મદનજી જે કાઠીયાવાડના નેટીવ એજંટ હતા તેની મદદથી વૈષ્ણવોએ આ ટુંક ભીમેશ્વર મહાદેવની છે એમ કહી તકરાર કરી હતી, તે પ્રસંગે અમદાવાદવાળા ઠાકરશીભાઈ પુંજાસા જેઓ પણ નેટીવ એજટ હતા તેમણે દ્વાર ઉપરના ઉમરા ઉપર તથા બીજે ઠેકાણે મંગળ મૂર્તિ આદિ જેન નિશાનીઓ બતાવી સિદ્ધ કરી આપ્યું હતું કે તે જીનાલય છે પણ શિવાલય નથી. શિવા. લયના દ્વાર ઉપર ગણેશની મૂતિ હોય છે ને જીનાલયમાં દ્વાર ઉપર તીર્થકરની મૂર્તિ હોય છે. મૂળનાયકની નીચે આ પ્રમાણે લેખ છે.