________________
( ૪ )
કુમારપાળની ટુંક. પાંચ કેડીને ફુલડે, પાયે દેશ અઢાર કુમારપાળ રાજા થયા, વન્ય જે જે કાર.
જેમ ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડશાહે પાંચમા અંબે ગમાં જ્યાં જ્યાં ગેયમ (ૌતમ) નું નામ આવતું ત્યાં ત્યાં એક એક સેનામહેર મુકી એમ છત્રીસ હજાર સોનામહેર મુકી તે દ્રવ્યથી સર્વ શાસ્ત્રો લખાવી ભરૂચ વિગેરે શહેરના ભંડારમાં રાખ્યાં. જેમ વસ્તુપાળ મંત્રીએ સાત કોડ સોનામહોર ખચી સેનાની શાહીથી તાડપત્રોને ઉત્તમ કાગળો ઉપર પુસ્તક લખાવી સાત ભંડાર કર્યા હતા અને તેને ઉદય પ્રભસૂરીએ પ્રસન્ન થઈ આશીર્વાદ દીધા હતા, તેમ કુમારપાળે સાતમેં લહીએ રાખી છ લાખ ને છત્રીસ હજાર આગમ લખાવ્યા ને દરેક આગમની સાત સાત પ્રતાસોનેરી અક્ષરથી લખાવી તથા હેમચંદ્રસૂરિના રહેલ પુસ્તકની એકવીસ એકવીસ નકલ કરાવી હતી.
આ કુમારપાળ સને ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી ગુજરાતને રાજા હતા. તેણે આ ટુંક બંધાવી છે. તેમાં મુળનાયક અભિનંદન નામના ચોથા તીર્થકર છે. આ દેવાલય માંગરોળના શેઠ ધરમશી હેમચંદે સમરાવ્યું છે. તેમના પ્રપૌત્ર શેઠ વલ્લભજી હાલ માંગરોળમાં રહે છે. આ દેવાલયનો પણ કેટલાક ભાગ નવા કુંડની સુરંગોથી નાશ પામે છે. આ ટુંકમાં દેડકી વાવ છે. તે વાવનું પાણી હમેશની સપાટી કરતાં કદી ઉચે