________________
( ૪૫ ). ઘણું નુકશાન થયું છે. આ ટુંકના મુળનાયકજીની માંહે નીચે પ્રમાણે લેખ છે.
___ संवत् १.८५९ जेठ शुदि ७ गुरौ श्री समस्त संघेन स्वश्रेयो) श्रीपार्श्वजिनबिंब कारावितं श्री गिरनार तीर्थे श्रीमत तपागच्छे विजय जिनेंद्र सूरिभिः प्रतिष्ठितम् मांगरोह निवासी वोरा प्रसोतम गोडीदासेन विं कारावितं श्री गिरनार तीथे.
જેમ્સ બજેસ કહે છે કે સગરામ સોની ૧૬ માં સેકાના પાછલા અર્ધ ભાગમાં થયા છે તથા શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ આશરે ૧૮૪૩ માં આ ટુંક સમરાવી છે. સગરામ સોનીનું દેરૂં ગીરનાર ઉપર સૌથી ઊંચું લાગે છે. દક્ષિણની દેરીમાં શેઠ આણંદજી કલ્યાણજીની કરાવેલી તથા સંવત ૧૮૭૫ના વૈશાખ શુદિ ૭ શનિવારે શ્રી વિજયજીનેંદ્રસૂરિએ સ્થાપિત કરેલી શ્રી અજીતનાથની મૂર્તિ છે. પશ્ચિમની દેરીમાં ૧૮૬૨ના લેખવાળી શ્રી આદિનાથની પ્રતિમા છે. ઉત્તરની દેરીમાં ૧૮૬૦ ની સાલમાં વિજયજીનેંદ્રસૂરિનું સ્થાપેલું અજીતનાથનું બિંબ છે. સગરામ સોની અકબર બાદશાહના વખતમાં પાટણમાં થયે છે, ને તેને અકબર બાદશાહ મામે કહી બેલાવતા એમ કહેવાય છે. આ ટુંકની ભમતીની જાળી દેવચંદ લખમીચંદે કરાવી છે. સગરામ સોનીના દેરા રંગમંડપના થાંભલા સળીના પથ્થરના ઘણાજ પોલીસ કરેલા હતા તે પ્રેમાભાઈ હેમાભાઈએ ટેચીને તેના ઉપર ચુનો દેવરાવ્યો છે. કેરણી જોવાલાયક છે.