________________
(૩૫) આગળ ચઢતાં રસ્તામાં કાઉસગીઓ (કોત્સગી) તથા તીર્થંકરની મૂર્તિ આવે છે, ત્યાં ઝરણ છે તથા કુંડ બંધાવેલ છે. ત્યાંથી ઉચે ચઢતાં ખબૂતરી ખાણ આવે છે. ત્યાર પછી સુવાવડીનાં પગલાં આવે છે. પછી એક વિસામો આવે છે, ત્યાંથી પંચેશ્વર જવાને જમણ તરફને રસ્તા છે. થોડુંક ચઢીએ એટલે નેમિનાથજીના કોટનો દરવાજે દેખાય છે. તે દરવાજા ઉપર નરસી કેશવજીએ માડ બંધાવેલ છે. નેમિનાથજીના કોટમાં દેરાની તથા દરેક દેરામાં કેટલી પ્રતિમાઓ છે, વગેરેની તપસીલ નીચે પ્રમાણે છે.
નેમિનાથના કોટનાં દેવાલય.
માનસંગ ભેજરાજની ટુંક. જમણી બાજુએ પ્રથમ આ નામની ટુંક આવે છે. તેમાં હાલ એક જ મંદીર છે. તેમાં મૂળનાયક શ્રીસંભવનાથની એક જ પ્રતિમા છે. પહેલા ચેકમાં સૂરજકુંડ નામે એક સુંદર કુંડ છે. તે કચ્છ-માંડવીના વિશા ઓસવાળ વણિક માનસંગ ભોજરાજે બંધાવેલ છે. તે વખતે તેણે આ દેવાલય સમરાવ્યું, તેથી આખી ટુંક તેના નામથી ઓળખાય છે. સંવત્ ૧૯ર માં નરસી કેશવજીએ સૂરજકુંડ સમરાવ્યા છે. આ કુંડની પાસે યાત્રાળુઓને ન્હાવાની શેઠવણ કરેલી છે.