________________
(૨૩) નારજીને ઇતિહાસ પ્રગટ કરવાનો ઈછા કેટલાક વખતથી થતી હતી.
વાંચનમાળાના ગ્રાહકોને પણ આવું એતિહાસિક અને તીર્થના અપૂર્વ મહિમાવાળું પુસ્તક મળે તે વધુ લાભ માની આ પુસ્તક પ્રગટ કરવાનો પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય નીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી મને જે પ્રસંગ પ્રાપ્ત થયા છે તે માટે ઉક્ત મહાત્માશ્રીને તેમજ આ પુસ્તકના મુળ લેખકને આભાર માનું છું. - જૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહકોને સં. ૧૯૭૯ થી સં. ૧૯૮૬ સુધી આઠ વર્ષમાં લગભગ ૩૦ જાતનાં આવા એતિહાસિક પુસ્તકે નિયમીતપણે અપાયાં છે. આવાં એતિહાસિક અણમોલાં પુસ્તકને સમાજ સહર્ષ વધાવી લેશે તેમ ઈચ્છું છું.
લી, સેવક,
અચરતલાલ