________________
(ર૩ર) ગીરનારનો જીર્ણોદ્ધાર. આ મહાન તીર્થને જીર્ણોદ્ધાર કરવાની પુરેપુરી આવશ્યક્તા હતી. તેવા સંજોગોમાં સં. ૧૯૭૯ ની સાલમાં શ્રીમાન પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું અત્રે પધારવું થતાં તીર્થની સ્થિતિ જોતાં જીર્ણોદ્ધારનું કામ કરાવવાની તેમની પ્રબળ ઈચ્છા થઈ તે માટે તેઓશ્રીના ઉપદેશથી પ્રથમ મદદ તરીકે એડનના દેરાસરજી તરફથી રૂા. ૨૦૦૦૦) વીસ હજારની રકમ મળતાં જીર્ણોદ્ધારના કામની શરૂઆત કરવામાં આવી. તેમના સદુપદેશથી આ તીર્થના જીર્ણોદ્ધાર માટે કેની કેટલી મદદ આવી અને કયા ક્યા સ્થળે જીર્ણોદ્ધારનું કામ સં. ૧૯૭ થી અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે. તેની નેધ અહીં આપવામાં આવેલ છે જેથી બીજા ધર્મપ્રેમી-તીર્થ પ્રેમી ગૃહસ્થો પણ આવા જીર્ણોદ્ધારના કામમાં પોતાની લક્ષમીને સદ્દવ્યય કરે. ૩૭૦૦૦) શ્રી એડન દેરાસર) ૧૦૦૦) શ્રી રંગુન દેરાસર ૬૬૧ળા શ્રી ધ્વજા દંડની ઉપજના ૧૦૫દાન શ્રી શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢી–જુનાગઢ
(આરસના) માલના. ૯૦૦૦) શ્રી કોટના શાન્તિનાથના દેરાસર. મુંબઈ