________________
(૨૩ી ) જે દીર્ઘદ્રષ્ટિ છે, જેને ખજાનો ગ્ય ભેટ તથા કરથી આવેલાં સોનું, રૂપું હીરા, વૈર્યમણિની પુષ્કળતાથી ઉભરાઈ જાય છે. જેની ગદપદ્યાત્મક વાણુ સ્કૂટ, કે મળ, મધુર, વિચિત્ર, મને‘હર શબ્દ તથા ગંભીર અર્થ યુકત ને અલંકારવાની છે. ઉત્તમ લક્ષણ જણાવનાર કદ, ઊંચાઈ, અવાજ, ચાલ, બળ, વગેરેથી જેની આકૃતિ મનોહર છે. જેણે પિતાના પરાક્રમથી મહાક્ષત્રપની પદવી મેળવી છે. રાજકન્યાઓના સ્વયંવરમાં જેના કંઠમાં અનેક વરમાળા રોપાયેલી છે. તે મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ સારૂં ગાય.....બ્રાહ્મણસારૂં પિતાના ધર્મ તથા કીર્તિની વૃદ્ધિ વાસ્તે શહેરની તથા દેશની પ્રજાને કર, વેઠ તથા પ્રીતિનાં કામોથી પિડા-પિતાના ભંડારમાંથી અથાગ દ્રવ્ય ખરચી થોડા વખતની અંદર હતો તેથી ત્રણ ગણે લાંબો, પહેળો તથા મજબુત પૂલ બંધાવી સુદર્શન તળાવને વધારે સુદર્શન કર્યું છે. આ કામમાં તે રાજાના મંત્રીઓ તથા કામદારો જે કે કારભારીને ગ્ય ગુણવાળા છે તે પણ ફાટ ઘણુંજ મોટી હોવાથી ઉત્સાહભંગ થઈ તેમણે એ પૂલ ફરી બાંધવાનું કામ શરૂ કરવાની ના પાડી. આથી નિરાશ થયેલી પ્રજામાં શોકને પિકાર ઉઠયે. ત્યારે આ જગાએ સૌરાષ્ટ્ર તથા આનર્તના રક્ષણને માટે નીમેલ, ધર્મ તથા અર્થને અનુસરીને પ્રજાની પ્રીતિમાં વધારો કરનાર, શક્તિવાન, ઇંદ્રિય વશ રાખનાર, સ્થિર મનવાળો, ગભરાય નહીં એવો, પિતાના ધણીના ધર્મ ને કીર્તિને વધારનાર, જે કુલેયને પુત્ર સુવિશાખ પેલ્લવ છે તેણે આ કામ પૂરું કર્યું.