________________
( ૧૮ ) ગણતાં ૧૩૬ની સાલમાં ભાદરવા સુદ ૬ની રાત્રીએ લાંબા વખત સુધી ઘણે વરસાદ વરસ્ય. જેથી સુદર્શન તળાવ એકદમ ફાટયું. રેવત પર્વતમાંથી નીકળેલી આ સઘળી નદીઓ તથા રેતીથી ચળકાટ મારતી પળાશિની (સોનરેખ) નદી જે આજ ઘણા કાળ સુધી બંધનમાં રહી હતી તે આજે હર્ષ પામી આગળની માફક ઉતાવળી પોતાના પતિ (સમુદ્ર) તરફ ચાલતી થઈ. વરસાદ થવાથી હર્ષ પામેલા સમુદ્રને જોઈ તેનું પ્રિય ચાહનાર ઉજજયંત પર્વતે પાણીમાં ઉગેલા કમળથી ભાયમાન નદીરૂપી હાથ લાંબો કર્યો. કેટલાક રાતમાં જાગી ઉઠેલા તથા કેટલાએક પાછલી રાત્રે જાગેલા લેકે ખેદ પામી ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું ? તેટલામાં સુદર્શન તળાવ અદ્રષ્ય થયું (નાશ પામ્યું:) લેકે કહેવા લાગ્યા કે સુદર્શન તળાવ જે હાલ દેખાતું જ નથી તે ફરી કઈ દિવસ સમુદ્રને દેખાવ આપશે ચકપાલિત પિતાને ભકત હતું તેથી રાજાના તથા શહેરના હિતને વાસ્તે ૧૩૭ની સાલમાં ઉનાળાના માસ (ચૈત્ર) પહેલે દિવસે ઘણેએક શ્રમ તથા પૈસા ખરી.
રૂદ્રદામાના લેખનું ભાષાંતર સિદ્ધ, આ સુદર્શન તળાવ ગિરનાર પર્વતના પડધાર માટી તથા પથ્થરથી લાંબું પહેલું તથા ઉંચુ પથરાની સાંધ માલમ ન પડે તેવી રીતે મજબુત ચણેલી પાળવાળું છે. તેથી તે ડુંગરની ધારની બરોબરી કરે છે. તેના બંધ ઘણા સજજડ છે તેને એક વાભાવિક પુલ છે. તથા તેને પાછું જવા
બરથી