________________
(૧૭) સિદ્ધરાજને તેડી ગયો. તે વખતે ડુંગર ઉપર ચડવાના પગથીઆ તથા નેમિનાથનું દેરૂં તથા બીજા દેરા જોઈ સિદ્ધરાજ અત્યંત હર્ષ પામે. તેણે કહ્યું : આ દેરાં કરાવનારને ધન્ય છે સાજનદે બોલ્યા: મહારાજ! એ ધન્યવાદ આપને જ ઘટે છે. કારણ કે આપને પૈસે મેં એમાં વાપર્યો છે. મારા ખાનગી કામમાં ખરો નથી. તે પછી સાજનને પુષ્કળ ધન આપી તેની પ્રશંસા કરી શત્રુંજય તથા ગીરનારના તીર્થ તેને સોંપી સિદ્ધરાજ પાટણ ગયે. હવે ભીમે વાણુઓ લાખ રૂપિઆ લઈ જુનાગઢના સંઘ આગળ આવીને કહે છે; મેં સાજનને રૂપિઆ આપવા કહ્યા હતા તે મારે જોઈએ નહિ. માટે તેને તમે શુભ કામમાં ખરો. શ્રાવકે એ પછી તે રૂપિયા ખરચી ભીમકુંડ બાંધે તથા જીર્ણોદ્ધાર વગેરેમાં બાકીના રૂપિયા વાપયો. સિદ્ધરાજે શત્રુંજયની યાત્રા કરી અને બ્રાહ્મણોએ બદસલાહ આપી તે પણ શત્રુંજય તીર્થમંડન ઋષભનાથના દેવાલયના ખરચ ખુંટણ વાસ્તે બાર ગામ આપ્યાં. સિદ્ધરાજ પાટણ ગયો કે તરત જુનાગઢના લોકેએ થાણદારને કાઢી મુકી રા’ નૈઘણું ત્રીજાને ગાદીએ બેસાડે ( ઈ. સ. ૧૧૨૫). ત્રીજા નાંઘણ પછી રા” કવાટ બીજે ઈ. સ. ૧૫૪૦ માં ગાદીએ બેઠો. ઈ. સ. ૧૧૪૨ માં સિદ્ધરાજ રાણકદેવીના શ્રાપથી સંતાન વગર પંચત્વપણને પાપે. તેથી ભીમદેવના પુત્ર ત્રિભુવનપાળને પુત્ર કુમારપાળ ગુજરાતને રાજા થયા. તેણે પાટણમાં કુમારવિહાર નામે જીનાલય તથા મહારૂદ્ર બંધાવ્યા. કુમારપાળે પિતાના ગુરૂ હેમાચાર્યના આશ્રય તળે રહીને સેમિનાથનું દેરૂં સમરાવ્યા