________________
(૧૭૭). તેડીને દ્વાર જુનાગઢમાં લાવ્યું ને તેને કાલ દરવાજે ચઢાવ્યા. વળી રાણકદેવી નામે સિંધના રાજાની કુંવરી જે અપશુકન વાળી હોવાથી વગડામાં રખડતી મુકવામાં આવી હતી ને જેને લઈને હડમતીઆને કુંભાર જુનાગઢ પાસેના મજેવડી ગામમાં આવી વચ્ચે હતો તેને પ્રથમ સિદ્ધરાજ વેરે વરાવ્યા છતાં રાખેંગાર પર. આથી સિદ્ધરાજ સૈન્યની સગવડતા સારૂ ઠામઠામ વાવ, તળાવ, ધર્મશાળા બંધાવી, અગાઉથી રસ્તે તૈયાર કરાવી, વઢવાણથી સાયલા તથા સરધારને રસ્તે ગેડલ આવ્યું ને ત્યાંથી વીરપુર ને જેતપુર આવી જુનાગઢ પાસે સ્વારી કરી. સિદ્ધરાજના કેઈ સગાવેરે પરણાવેલી રા' ખેંગારની બહેનના દીકરા દેસલ ને વીસલના દગાથી સિદ્ધરાજે અફીણને બહાને ૧૪૦ સિપાઈઓને પિઠમાં ભરી ઉપરકોટમાં પહોંચાડી દીધા. ને પિતે દરવાનને મારી કિલ્લામાં પ્રવેશ કીધે. ઉપર જઈ રણશિંગુ ફુકયું, એટલે રા' ખેંગાર મહેલમાંથી લડવા નીકળી પડે, પણ અંતે રા” ખેંગાર મરા.સિદ્ધરાજે તેના પાંચ વર્ષના ગાયચા નામના કુંવરને રાણકદેવીની નજર આગળ રાક્ષસી ક્રૂરતાથી મારીને કેર વરતાવ્યું. મેટો પુત્ર જેનું નામ માં હતું, તે મા, મા, કરતે પોતાની માતા પછવાડે સંતાઈ ગયે, ત્યારે માતાએ નીચેને દહે કહો –
મઢેરા તું મ રેય, આપે મ કર રાતીઓ કુળમાં લાગે કલંક, મરતાં મા ન સંભારીઓ.