________________
(૧૪) છાતી ઉપર શેયડે, માથા ઉપર વાઢ, ભણ વાળા ઉગલા, કટ પાંજરે કવાટ. તું કહે તક આવ્ય, તાળી તળાજા ધણી; વાળા હવે વજાડય, એક હાથે ઉગલા.
ઉપરને દુહ બારોટે રાની મરજી મુજબ તળાજે ઉગાવાળા પાસે જઈને કહ્યો કે તરત જ એકઠી કરી ઉગવાળે શીયાળબેટ ઉપર ચઢી આવ્યો. અને વીરમદે પરમારને હરાવી રા'કવાટ અને બીજા બધા કેદ થએલ રાજાઓને મુક્ત કરી પિતાપિતાના રાજ્ય તરફ વિદાય કર્યો
આ પ્રમાણે સ્વપરાક્રમથી એક હાથે તાળી પાડી શકવાની વાત ઉગાવાળાએ સિદ્ધ કરી આપી.
ઉગાવાળાએ લાત મારી કાણનું પાંજરું તેડી નાખી રા'કવાટને છુટે કર્યો પણ તે વખતે રાને તેની લાત સહેજ વાગી જવાથી તેણે પિતાનું અપમાન થયું માન્યું અને તેથી ચિત્રાસર આગળ તેણે ઉગાવાળા સાથે લડાઈ કરી. તેમાં રા'કવાટે પિતાના મામા ઉગાવાળાને મારી નાંખી ત્યાં તેને પાળીઓ ઉભું કરવામાં આવ્યું. તે સાંભળી ઉગાવાળાની બહેન પિતાના ભાઈના પાળીઆનાં દર્શન કરવા આવી, પણ ત્યાં ઘણા પાળીયા હાવાથી ભાઈને પાળીઓ ઓળખી શકી નહી તેથી ઈશારત કરવા બોલી એટલે ઉગાવાળાને પાળીઓ પોતાની ભગિનીને માથું નમાવતે હોય તેમ જરા નખે. તે સ્થિતિમાં