________________
(૧૧૮) રેષે કરીને આને મોકલ્યો છે? અરે ! મને એ મારવા આવે છે. હવે કોને આશ્રય લઉં? આ ઘેર ગહનમાં પકડીને મારો ઘાત કરશે. એ નિર્ષણ છે. અહીં કઈ પણ નથી. હા દેવ! હું શું કરું? હું નિરાધાર આકાશથી પડી છું, ને ધરતીએ મને ઝીલી લીધી છે. હવે મારે જીવીને શું કરવું? અથવા ગૃહમેધિત્વ એ ભૂયત્વની વૃત્તિ છે. ક્રોધના આવેશમાં કદથના કરી ક્રૂરતાથી મારું કાટલું કરશે, તે પહેલાં જ હું પ્રાણ કાઢું. એમ અવધારણા કરી "આઠંદ કરતી એક કુવા કાંઠે આવી તેમાં પડી મરવાની સ્પૃહા કરતી બોલે છે ,
અરિહંત, સિદ્ધ અને સાધુનું મારે શરણ છે. દયામય ધર્મ ને દાનનું માહાત્ય એ મારી ગતિ છે. બ્રાહ્મણ, દરિદ્રી, કૃપણ, કિરાત ને સ્વેચ્છના વંશમાં તેમજ કલંક્તિ ને અધમ કુળમાં મારે અવતાર આવશો નહીં. અંગ, બંગ, કુરૂ, કચ્છ ને સિંધુ, એ દેશમાં મારો જન્મ થશે મા. યાચકાવસ્થા, કૃપણુતા, મિથ્યાત્વ, કેટવાલની પદવી, મદ્યાદિને
વ્યાપાર, ને શસ્ત્રધારકપણું, એટલાવાનાં મને જન્માંતરમાં મળે નહીં. દેવ, ગુરૂ ને ધર્મ એ ત્રણ રત્ન ભભવ મળજો. સ્વામિત્વની તેમજ શુભાશુભ કર્મક્ષયની મને સંપ્રાપ્તિ હેજે. સૌરાષ્ટ્ર, મગધ, કીર, કાશ્મીર ને દક્ષિણ એ દેશમાં મારે જન્મ થાઓ. ધનવાન સ્થિતિ, દાતારપણું, નિરેિગિતા, ઇદ્રિ* ૧, ગહનવન, ૨, નિર્ઘણ કરે. ૩, ભૂત્ય ચાકર, ૪, કર્થના
જેતી. ૫ આદ=વિલાપ, ૬, સ્પૃહા=ઈચ્છા. ૭, કિરાત=ભીલ.