________________
(૧૧૬), યુગપતુ આવી પડયાં છો? અરેરે ! દેવના વજ મય હદયમાં દયા ન આવી, તે અઘેર આ અરણ્યમાં વિલાપ કરવાથી કંઈ વળવાનું નથી. હવે તે પાપ પ્રજાળનાર પ્રભુના પાદપંકજને સેવીને સર્વ સંકટ સહન કરીશ. એમ કહી એક ઠેકાણે બેઠી. તેના નિશ્વાસવાયુથી નિખિલ વૃક્ષ ડોલતાં હોય એમ દીસતું હતું. એવામાં નિર્મળ શીતળ જળ ને પ્રફુલ્લ કમલવાળું “આમ્રતરથી વીંટાયલું એક મનહર સરોવર તેની દષ્ટિએ પડયું. બે પાસે ભમતા ભંગે ઝંકારવ કરી રહ્યા છે, ને પરભૂત પક્ષિ ટેકારવ કરી રહ્યાં છે. અતિ દુ:ખી ને દીનમુખી અંબિકાએ તે સરસ સરસીમાંથી અંજલી ભરીને પિતાના પુત્રને પાણી પાયું ને તેમને રસાલફલ ખાવા આપ્યાં.
હવે જેમ લેહભાંડને સ્પીપાષાણને સ્પર્શ થવાથી તરતજ તે સુવર્ણમય થાય, તેમ તે ધીર, વીર, ગંભીર ને મુમુક્ષુ મુનિઓના પ્રબળ, પ્રઢ ને પરોપકારી પ્રભાવથી સમભટના અન્ન ને ભાજન કાંચનમય થઈ ગયાં. એ જોઈ અંબિકાની સાસુ પશ્ચાત્તાપ કરી પુત્રપત્ની પ્રત્યે પ્રીતિપૂર્વક કહે છે. અહા! ફિટકાર છે મને મિથ્યા કેપ કરનારીને !
૧ યુગપત એકદમ, ૨ પાદપંકજ=ચરણકમલ, ૩ નિખિલ સર્વ, ૪ પ્રફુલ્લ ખીલેલાં, ૫ આમ્રત–આંબાનું ઝાડ, ૬ ગ=મરે ૭ પરભૂત કિલ, ૮ સસી-તળાવ, ૯ રસાલકુલ=કેરી. આમ્રલ ૧૦ લેહભાંડલેટાનું વાસણ ૧૧ સ્પર્શ પાષાણ-પારસમણિ ૧૨ મુમુક્ષ મેક્ષ ઈચ્છનાર, ૧૩, ભાજન=વાસણ