________________
( ૭૪ ) ડાબે પડખે રાધિકાની મૂર્તિ છે. વળી કલ્યાણરાયને જમણે, પડખે લક્ષ્મીનારાયણ છે. જમણી તરફના મંદિરમાં બળરામની પ્રતિમા છે. તેની જમણી બાજુએ પરસેતમરાય ને ડાબી બાજુએ રેવતીજીની પ્રતિમા છે.
દામોદરજીના મંદિરના રંગમંડપમાં સંવત ૧૫૧૨ માં થઈ ગયેલા જુનાગઢના પ્રખ્યાત નાગર નરસીમેતા તથા તેની પુત્રી કુંવરબાઈની દેરી છે, ગુજરાતી ભાષાના મહાકવિ પ્રેમા નદે નરસીંહમહેતાનું મામેરું બનાવીને તેનું નામ અમર કર્યું છે. પશ્ચિમઢારથી નીકળીએ એટલે રેવતીકુંડ આવે છે.
દામોદરકુંડની પાસે સ્મશાનભૂમિ છે. મુડદાનાં હાડકાં કુંડના પાણીમાં ગળી જાય છે એમ કહેવાય છે. દામોદરકુંડ મુકી દુધેશ્વર જવાય છે. ત્યાંથી સહસાવન જવાને રસ્તે છે. તળેટીમાં હુમડની ધર્મશાળાથી પણ સહસાવન જવાને રસ્તે નીકળે છે. તે હાલમાં સુધરાવે છે. સહસાવનથી હનુમાનધારા જવાય છે ત્યાંથી ઝીણાબાવાની મઢી આવે છે. પછી સરખડીઆ હનુમાન આવે છે. ત્યાંથી સુરજકુંડ જવાય છે. સુરજકુંડ મુકી ડુંગરની ઘેાડીએ ચડીએ ત્યારે માલવેલા આવે છે. માલવેલાની બંને બાજુએ નદીઓ દેખાય છે. ત્યાંથી ઊંચે ચડીએ ત્યારે બે રસ્તા આવે છે. એક રસ્તે પાણીની કુઈ આવે છે. ત્યાંથી કાલિકા ટુંકે જવાય છે. બીજે રસ્તે રામટેકરી અને થવા ટગટગીઆના ડુંગર ઉપર જવાને ઘેાડી ઉપર ચાલે છે. તે બને રસ્તા બે બાજુએ મૂકી નીચે ઉતરતાં નળનાં પાણી