________________
તથા ત્રણ પુત્રીએ ચંદન, રસીલા અને અમીતા છે. આ ચારે સંતાનમાં તેમણે ખૂબ જ સારા સંસ્કારે રેડેલા છે. ચારેના લગ્ન થઈ ગયા હોવા છતાં એ સંસ્કાર અદ્યાપિ જોવામાં આવે છે.
શ્રી નિર્મળા બહેનનું જીવન સેવાપ્રિય અને ભકિતપ્રિય હતું જેની સુવાસ આજે પણ અનુભવવામાં આવે છે. વિ. સં. ૨૦૨૫ થી ૨૦૩૦ સુધી પાંચ વર્ષ દેશમાં રહી સસરા શ્રી શિવજીભાઈની સેવામાં પતિની સાથે રહ્યા અને ખૂબ જ સેવા કરીને પ્રેરણાદાયી દાખલો બેસાડ.
વિ. સં. ૨૦૩૧ ના પૂજય આચાર્ય શ્રી રૂપચદ્રજી સ્વામી તથા તેમના આજીવન અંતેવાસી પરમ કૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૧૦ ના ચાતુર્માસમાં સાધર્મિક ભકિત આદિ તમામ લાભ શ્રી પાંચાલાલભાઈએ લીધેલ ત્યારે પાંચ મહિના દેશમાં રહીને શ્રી નિર્મળાબેને મન-વચન-કાયાથી સાધમિકેની તથા ચાર દીક્ષાથી ભાઈઓ, પંડિતજી વગેરેની પણ ખૂબ જ સેવા કરી હતી.
ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તેમને તીવ્ર અભિલાષા હતી. પાંચ શ્રેણિ સુધીની પરીક્ષાઓ પણ આપેલ અને દરેક વખતે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા.
વિ. સં. ૨૦૪૫ ના મહા સુદિ-૫ ના રાપર મુકામે તીર્થ સ્વરૂપા મહાસતીજી શ્રી વેલબાઈ આર્યજીની સહેદે જન્મ શતાબ્દિ ઉજવાઈ ત્યારે તેમણે સજોડે આજીવન ચતુર્થવ્રત અંગીકાર કરેલ. તેઓશ્રીના વિચારો ખૂબ જ પવિત્ર અને નિર્મળ હતા આમ તેઓ સ્વનામ ધન્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org