________________
“ફૂલ ગયું કેરમ રહી ગઈ” સ્વ. વિમળાબહેન પાંચાલાલભાઈ કારિયાની
ટૂંક જીવન ઝરમર વિ. સં. ૧૯૯૦ ની સાલમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા ગામે શ્રી નિર્મળાબહેનને જન્મ પિતાશ્રી ખીમજીભાઈ માડણભાઈ ગડા અને માતુશ્રી લાધીબાઈની કુક્ષીએ થયે હતે. તેઓશ્રી ત્રણ ભાઈઓ અને બે બહેનો હતા. (૧) પ્રેમજીભાઈ (૨) ઊજમશીભાઈ (૩) હરળભાઈ (૪) દેમતબેન (૫) નિર્મળાબેન.
શ્રી નિર્મળાબેનમાં બાલપણથી જ ધર્મના ઉચ્ચ સંસ્કાર હતા. સંત-સતીજી તરફ તેમને ખૂબ જ પ્રેમ હતો. દીક્ષા લેવાની શુભ ભાવના પણ જાગેલી પરંતુ ચારિત્ર મેહનીય કર્મના ઉદયને કારણે દીક્ષા ન લઈ શક્યા, એમણે ભલે દીક્ષા ન લીધી પરંતુ ધર્મના ઊંડા સંસ્કાર આજીવન પર્યત જાળવી રાખ્યા હતા.
વિ. સં. ૨૦૧૨ ના વૈશાખ સુદિ-૧૦ ના દિવસે તેમના લગ્ન ભચાઉ નિવાસી શ્રી પાંચાલાલ શિવજી કારિયા સાથે થયા. સંસારમાં રહેવા છતાં તેઓશ્રી જલકમલવત્ અલિપ્ત થઈને રહેતા અને પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર હસમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org