________________
As Represented in the Kalpasūtra Paintings
[31
બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં મોટી મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયામાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે– ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચકકર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે, એવા એ ક્ષીર સર શરદઋતુના ચંદ્ર સમાન સૌમ્ય મુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જૂએ છે.
ચિત્રમાં સમુદ્રના પાણીમાં એક વહાણ તરતું બતાવેલું છે. વહાણની અંદર બે મુસાફરે બેઠેલા છે. વહાણના ઉપરના ભાગમાં ચિત્રની જમણી બાજુએ એક માણસ–વહાણનો સુકાની બેઠેલો છે. વળી, વહાણની આજુબાજુ પાણીમાં માછલી વગેરે જળચર પ્રાણીઓ તરતાં બતાવેલાં છે. સ્વપ્નના વર્ણનમાં વહાણનો ઉલેખ ક્યાં નથી.
Fig. 42. DVS. The ocean of milk. Thereafter, she also saw the ocean of milk shining like the moon, with utmost brilliance, propitious as the divine curle, the fluid rushing together from the four quarters of the heaven, the lofty gaint waves utterly devoid of stability, agitated by the tempestous winds; in one place rushing against each other, while in another they dash against the shore, sending forth a brilliant spray, inspiring the soul with delight. Enormous whales, crocodiles and sea serpents, durting through the fluid form rivers of foam, white as camphor, and again diving into the depths, cause a whirlpool like that of the Ganges when she bursts her mountain barriers. Such was the mighty effervesecnce of waters seen by the queen.
In the painting, the ocean is represented by a wide diagonal band, in which the . crossed lines indicate water. Fish & crocodiles swim around. In the centre is a boat with two travellers. At the top is a navigator. Fishes and other acquatic animals are also represented There is no reference to the ship in the description.
ચિત્ર ૪૩. દેવવિમાન. પાટણ ૧ના પાના ૭ ઉપરથી. ત્યાર પછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જૂએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી ભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેનાના પતરામાં જડેલા લટતા મોતીઓના ગુચ્છાઓથી વિશેષ ચમકીલું દેખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડે, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્ન, અમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે તથા એમાં ગંધ ગાઈ રહ્યાં છે, અને વાજાં વગાડી રહ્યાં છે તેથી એમના અવાજથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મેટા અવાજવડે જાણે આખાય જીવલેકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળે અગર, ઉત્તમ કંદરૂ–કિનરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમઘી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી બારમા સ્વપ્નામાં જૂએ છે.
ચિત્રમાં પોતાના રત્નજડિત વિમાનમાં દેવ આકાશમાં ઊડતો કઈ જગ્યાએ જઈ રહ્યો હોય એમ દેખાય છે. દેવના ઊંચા કરેલા જમણા હાથમાં ફલ જેવું કાંઈક અને ડાબા હાથમાં સાત પાંખડીવાળું ડાંડી સહિતનું કમલનું
GS
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org