________________
દભ આદિના ઉપગની આગમમાં અનુમતિ આપવામાં આવી છે. જે સાધુએને શયનની રજા આપવામાં આવી છે તેઓ રાત્રે તે ઘાસ-દાને જમીન ઉપર પાથરીને તેની ઉપર સંસ્કારક અથવા ઉત્તરપટ્ટક કરીને જુવે છે, જે કોઈ સાધુના ઉપકરણ ચોર ચેરી જાય અથવા કોઈની પાસે પાથરવાના વસ્ત્ર અલપ હોય તે અત્યન્ત જીણું હોવાને લીધે તે કઠેર દર્ભ આદિના સ્પર્શને જે સાધુ સમ્યક્ પ્રકારથી સહન કરે છે, તે તૃણસ્પર્શ પરીકહને વિજેતા કહેવાય છે.
(૧૮) રેતી ધૂળના કણે પરસેવાના કારણે શરીર સાથે ચૂંટી ગયા હોય અને શરીર ઉપર જામી ગયો હોય આ થર ગ્રીષ્મઋતુની ગમી પડવાના કારણે ઉત્પન્ન થતા પરસેવાથી ભીનું થઈ ગયું હોય અથવા થાય અને મનમાં ઉલ્લેખ ઉત્પન્ન કરે છે પરંતુ તે ઉદ્વેગને દૂર કરવા માટે સાધુ રનાનની કદાપિ અભિલાષા રાખતું નથી. આવી રીતે મલપરીષહ જીતી શકાય છે.
(૧૯) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું પ્રદાન સત્કાર કહેવાય છે અને સદ્ભૂત ગુણેનું કર્તન, વન્દન, ઉત્થાન, પ્રદાન આદિ સદૂભાવ પુરસ્કાર કહેવાય છે. આ સત્કાર અથવા પુરસ્કાર ન મળે તે દ્વેષ ન કરે, બીજાને દેષ ન દે તેમજ મનમાં વિકાર લાવીને આત્માને દૂષિત ન બનાવે આ પ્રમાણે કરવાથી સરકાર–પુરસ્કાર પરીષહ જીતી શકાય છે.
(૨૦) અતિશય બુદ્ધિવૈભવ રૂપ પ્રજ્ઞા પ્રાપ્ત થવા છતાં પણ અભિમાન ન કરવું પ્રજ્ઞાપરીષહજય છે.
(૨૧) પૂર્વોક્ત પ્રજ્ઞાની વિપરીતતાથી અજ્ઞાનપરીષહ થાય છે. હું કશું જ જાણતો નથી, હું સર્વથા મૂર્ખ છું” આ રીતે પરિતાપ કરનારને અજ્ઞાનને પરીષહ થાય છે પરંતુ આ પરિતાપ નહી કરતા આ મારા પૂર્વત કર્મોનું ફળ છે એમ વિચારનાર સાધુ અજ્ઞાનપરીષહજય પ્રાપ્ત કરે છે,
ચૌદ પૂ સહિત બાર અંગોને જ્ઞાન કહે છે. આ રીતે જ્ઞાનના વિરોધી અજ્ઞાનથી-આગમની રહિતતાથી પરીષહ થાય છે આ તે જ્ઞાનાવરણ કર્મના ક્ષ પશમ તથા ઉપનું ફળ છે, પિતાના કરેલા કર્મના ફળ તપથી ભોગવવાથી તેને વિનાશ થાય છે એમ વિચારવાથી અજ્ઞાનપરીષહજય થાય છે.
(૨૨) હું સમસ્ત પાપસ્થાનેથી નિવૃત્ત થઈ ચૂક્યો છું તે પણ ધર્મ, અધર્મ, આત્મા દેવ નારક આદિ ને સાક્ષાતકાર કરી શકતો નથી આથી આ બધું મિથ્યા છે ! આ દર્શન આત્માને માટે ભારરૂપ છે, આ ત્રાણુકારક ન” એમ વિચારવું દર્શનભ્રંશપરીષહ છે. ખરી રીતે તે આ પ્રમાણે વિચારવું જોઈએ-ધર્મ અને અધમ દ્રવ્ય અરૂપી છે, આત્મા પણ આપી છે એ કારણે તેઓ દષ્ટિગોચર થઈ શકતાં નથી. દેવ અત્યન્ત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૭૫