________________
પ્રકારના પરિકર્મમાં પ્રવૃત્ત થાય છે. જે તે પણ પાત્ર લબ્ધિવાળે હોય તે તે મુજબ જ પરિકમ કરે છે. પાણિપાત્ર લબ્ધિ ન હોય તો પ્રતિગ્રહ. ધારિત્વ અથવા પાત્રધા રીપણુનું પરિકમ કરે છે. કલ્પગ્રહથી તેની ઉપધિ ત્રણ પ્રકારની ચાર પ્રકારની અથવા પાંચ પ્રકારની ઉપાધિ હોય છે. જે પાત્રધારી હોય છે તેની ચેક્ટ પણે જ નવ પ્રકારની ઉપાધિ આગમમાં કહેવામાં આવી છે. ક૫ગ્રહણથી દશ પ્રકારની, અગીયાર પ્રકારની અને બાર પ્રકારની ઉપધિ સમજવી જોઈએ. આ પ્રકરણમાં આટલી રાખનારને “અચેલક’ સમજવું જોઈએ.
(૭) શાસ્ત્રના ઉપદેશ અનુસાર વિહાર કરતી વખતે અથવા રહેતી વખતે શ્રમણના મનમાં કદાચિત્ અરતિ ઉત્પન્ન થઈ જવા છતાં પણ સાધુએ સમ્યક પ્રકારથી ધર્મ રૂપી આરામ (ઉદ્યાન)માં જ રત (લીન) રહેવું જોઈએ. આમ થાય તે જ અરતિપરીષહજય સંભવી શકે છે.
() સ્ત્ર એના મુખ આદિ અ ગેપગેની બનાવટને, મધુર આલાપ સહિત મુઠ્ઠરાહટને, વિશ્વમ-વિલાસ, હાવ ભાવપૂર્ણ ચેઓને કદાપી વિચાર ન કરે. આ સઘળાને મેક્ષમાર્ગ માટે અવરોધરૂપ સમજીને કામબુદ્ધિથી તેમની તરફ દષ્ટિપાત પણ ન કરે, આમ કરવાથી સ્ત્રી પરીષહજય થાય છે.
(૯) આળસ ખંખેરી નાખીને નગર, ગામ ઘર આદિમાં મમત્વથી રહિત થઈને અનિયત રૂપથી નિવાસ કરનાર શ્રમણ પ્રતિમાસ વિહાર-ચય કરે. આમ કરવાથી ચયપર પહજય થાય છે.
(૧૦) પીઠ ફલક વગેરે બેસવાના સાધનને નિષદ્યા કહે છે. જેમાં નિષાદન કરવામાં આવે તે નિષદ્યા સંજ્ઞાયાં માનપત-નિષદુ-આ સૂત્રથી અધિકરણ અર્થમાં નિપાત થઈને નિષદ્યા શબ્દ બને છે. નિષદ્યામાં અર્થાત સી. પશ તથા પંડ (વ્યંઢળ) વગરના સ્થાનમાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જીતવા માટે જે ગભરાતા નથી, તેજ નિષધાપરીષહજય પ્રાપ્ત કરવા માટે સમર્થ થાય છે.
(૧૧) શયા અર્થાત્ પથારી અથવા પીઢ-ફલક આદિ અથવા કુમળા તથા ખરબચડાં લેવાથી સારા-નરસા, ઉચા-ન ચા સ્થાનક (ઉપાશ્રય) જેમાં ધૂળના થરના થર બાઝેલાં હોય એવી પથારીમાં સૂતેલાં મુનિએ કદાપિ ઉદ્વિગ્ન થાવું નહીં. આ પ્રકારે ઉદ્વેગ ન થવાથી શય્યાપરીષહવિજય થાય છે.
(૧૨) આક્રોશને અર્થ છે અપ્રિયવચન, અનિષ્ટવચન, ધાક-ધમકીથી ભરેલા વચન તે અપ્રિય વચન જે સત્ય હોય તો તેને સાંભળીને ક્રોધ કરો વાજબી નથી બલકે એવું વિચારવું જોઈએ કે અપ્રિય વચન કહીને આ મને ઉપદેશ આપી રહ્યો છે. “આ પછી હું આવું કરીશ નહીં. અને જે તેનું વચન અસત્ય હોય તે પણ તે વચન ઉપર અથવા વકતા ઉપર કોધ કરે જ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨