________________
ઉત્પન્ન થઈ રહી છે અને જે પૂર્વ ભાગવેલા ચેાગ્ય યાન, વાહન પર સવાર થઈ ને ગમન કરવાનું સ્મરણ પણ કરતા નથી, જે નક્કી કરેલા સમયે કરવામાં આવતી આવશ્યક આદિ ક્રિયાકલાપેાની શીથીલતાને સહન કરતા નથી, એવા સુનિ ચર્ચોપરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે.
(૧૦) નિષદ્યાપરીષદ્વ-પ્રકાશયુક્ત પ્રદેશમાં નિત્યક્રિયા કરવાવાળા, મનુષ્ય દેવ અથવા તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ઈષ્ટ અથવા અનિષ્ટ ઉપગેને સહન કરવા છતાં જે મેાક્ષમાગ થી ખસતા નથી, જેનું શરીર વીરાસન આદિથી વિચલિત થતું નથી, તે મુનિની નિષદ્યાકૃત મુશ્કેલીએને સહન કરી લેવી નિષદ્યાપરીષહેજય કહેવાય છે.
(૧૧) શય્યાપરીષહ-રસ્તે ચાલવાના શ્રમથી અને સ્વાધ્યાય તથા ધ્યાન કરવાથી થાકી ગયેલા નીચી ઊઁચી તીક્ષ્ણ ઢાંકરા આાદિથી યુકત અત્યન્ત ટાઢી
અથવા ગરમ ભૂમિ અગર સપાટી પર જેને ઉંધ આવતી નથી તેમજ ન્યન્તર આદિ દેવે દ્વારા વિવિધ પ્રકારના ઉપસર્ગ ઉત્પન્ન કરવામાં આવ્યા છતાં પણ જેનું શરીર વિચલિત થતું નથી, એવા મુનિરાજ અયિત કાળ સુધી તે વિપત્તિને જે સહન કરે છે, તે શય્યાપરીષહજય કહેવાય છે.
(૧૨) આક્રોશપરીષહે-મિથ્યાદશનના ઉદયથી અગ્નિ જેવા ક્રોધના કારણે કઠેર, અવજ્ઞાપૂર્ણ, નિન્દામય અસભ્ય વચનાને, ક્રોધ રૂપી અગ્નિની જ્વાલાએથી વ્યાપ્ત ધાકધમકીના વચનને સાંભળવા છતાં પણ જે વિવેકશીલ હાવાથી તેમની ઉપેક્ષા કરે છે, જે પેાતાના પાપકમના ફળનું ચિન્તન કરે છે, જે તપશ્ચર્યાની ભાવનામાં પ્રવૃત્ત છે, જે ક્રોધ, માન માયા લેભ આદિ કષાયેના વિષને લેશમાત્ર પણ હૃદયમાં પ્રવેશવા દેતા નથી, એવા મુનિરાજના આક્રોશ-વચનેને સહન કરી લેવાની વૃત્તિને આક્રોશપરીષહજય કહેવાય છે,
(૧૩) વધપરીષહ-અત્યન્ત તીક્ષ્ણ-ધારવાળી તલવાર, મુશળ અથવા પુડૂંગર વગેરે શસ્ત્રઓના આઘાત, તાડન, પીડન આદિના વડે જેનુ શરીરની સાથે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૬૮