________________
ભક્ષી કઈ વાઘ દ્વારા આક્રમણ થાય ત્યારે હરણના બચ્ચા માટે કોઈ પણ શરણ રહેતું નથી, એવી જ રીતે જન્મ, જરા, મરણ આધિ વ્યાધિ, ઈષ્ટવિગ, અનિષ્ટસાગ, અનિષ્ટપ્રાપ્તિ ઈષ્ટની અપ્રાપ્તિ દરિદ્રતા દુર્ભાગ્ય અને દુર્મનસ્કતા આદિથી ઉત્પન્ન થનારા દુઃખથી સતાવવામાં આવેલા પ્રાણીને માટે આ સંસારમાં ધર્મ શિવાય બીજું કંઈ જ શરણ નથી.
આ રીતનું ચિન્તન કરનારા જીવને એ જાતનું ભાન થઈ જાય છે કે હું અશરણું છું અને આવી પ્રતીતિ થઈ જવાથી તે વિરકત થઈ જાય છે અને મનુષ્ય તથા દેવ સંબંધી સંસારિક સુખ તરફ તથા તે સુખના સાધન સુવર્ણ આદિ અને હાથી, ઘેડા, મહલ મકાન પ્રત્યે નિસ્પૃહ બની જાય છે એટલું જ નહીં તે તીર્થંકર ભગવાન દ્વારા પ્રતિપાદિત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં હમેશાં પ્રવૃત્ત રહે છે, કારણ કે જન્મ જરા, મરણ, ભય, વિવિધ પ્રકારની વ્યાધિઓ તથા કલેશોથી પીડીત જીવના માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ઉત્તમ શરણ છે. આ અશરણાનુપ્રેક્ષા છે.
(૩) સંસારાનુપ્રેક્ષા-સંસારના સ્વરૂપને વિચાર કરે સંસારાનુપ્રેક્ષા છે. જેમકે-આ અસાર સંસારમાં, ઘેર કાન્તારની માફક નરક, તિયચ. મનુષ્ય અને દેવગતિઓમાં ચક્રની માફક ભ્રમણ કરતા બધાં પ્રાણી, પિતા, માતા ભ્રાતા, ભગિની, પતિ, પત્ની, પુત્ર આદિના રૂપમાં જ્યારે સમ્બન્ધી બને છે ત્યારે તેઓ રવજન કહેવાય છે અને જ્યારે થોડા સમય પછી તે સમ્બન્ધ નષ્ટ થઈ જાય ત્યારે તે જ વજન પર-જન બની જાય છે. આ રીતે નિયત રૂપથી નથી કેઈ સ્વજન કે નથી પરિજન આ બધું અજ્ઞાનજનિત કલ્પનાને ખેલ છે. કેઈને સ્વજન અને કેઈને પરજન સમજવા એ જ્ઞાનિઓની દષ્ટિએ મૂઢ માણસોની વિવેકશૂન્ય ચેષ્ટા છે. જે આજે પિતા છે તે બીજા કોઈ ભવમાં ભ્રાતા, પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર બની જાય છે
ચોરાશી લાખ જીવનિઓવાળા આ સંસારમાં રાગદ્વેષ અને મેહથી પીડાતાં પ્રાણિ સ્પર્શ, રસ, આદિ વિષચેના ભેગની તૃષ્ણામાં ફસાઈને પરસ્પર એકબીજાનું ભક્ષણ કરે છે; તથા હનન, તાડન, બઘન, ભર્સન અને આક્રોશ આદિથી ઉત્પન્ન અત્યન્ત તીવ્ર દુખને પ્રાપ્ત થાય છે. આમ આ સંસાર ઘણે જ દુઃખદાયક છે.
આવું ચિન્તન કરવાવાળા જન્મ–જરા મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન વિવેકી પરૂષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે વિરકત થઈ સાંસારિક દુઃખોથી બચવા માટે સંસારનો પરિત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે અને તે માટેની ચેષ્ટા પણ કરે છે. આ જ સંસારાનુપ્રેક્ષા છે.
(૪) એકત્વાનુપ્રેક્ષા-એકત્વનું વારંવાર ચિન્તવન કરવું એકત્વભાવના છે જેમ કે-હું એકલો જ જન્મ્યા હતા અને એકલે મરીશ. જ્યારે હું
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૫૯