________________
યાત્રાના નિર્વાહ માટે વસ્તુનું ગ્રહણ કરવું ‘ઉપગ્રહ કહેવાય છે, ઉપગ્રેડ જેનું પ્રજન હોય તે ઔપગ્રહિક છે. દા. ત. ઘાસ લાકડાનું પીઠ, પાટ વગેરે.
શરીર, જન્મથી લઈને ક્ષણ-ક્ષણમાં, પિતાના પૂર્વવરૂપને ત્યાગ કરતું રહે છે અને નવી-નવી અવસ્થાઓને ધારણ કરતું રહે છે. તે પ્રત્યેક પળે જુદા જુદા રૂપ ધારણ કરતું થયું ઘડપણથી જર્જરિત થઈ જાય છે અને છેવટે પગલેની આ શરીર રૂપ આકૃતિ પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે નિરન્તર પરિણમન કરવાના કારણે શરીર અનિત્ય છે. જે આ રીતનું ચિત્તન કરે છે, તેને શરીરની પ્રતિ આસકિત રહેતી નથી અને તે તેલમાલિશ, ઉવટન, મર્દન, સ્નાન અને વિભૂષા વગેરે કરવામાં નિસ્પૃહ થઈ જાય છે. ધર્મધ્યાન આદિમાં તેની રૂચિ ઉત્પન્ન થઈ જાય છે, આગમમાં પણ કહ્યું છે
આ જે શરીર ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેઝ, મનામ (અત્યન્ત મને જ્ઞ), ધર્યરૂપ, વિશ્વાસપાત્ર, સમ્મત, અનુમત, ઉત્તમ, ભાન્ડ જેવું, સામાનના કરંડિયા જેવું, અને તેના કરંડિયા જેવું છે અને જેના માટે એવી તકેદારી રાખવામાં આવે છે કે કયાંય આને ઠંડી ન લાગી જાય, ગમ ન લાગી જાય, ભૂખ તથા તરસની પીડા ન થાય, કયાંય સર્ષ ન કૅસે, ચાર ચેરી ન જાપ, ડાંસ અને મચ્છર સતાવે નહીં, વાત, કફ, અથવા સનેપાત સંબંધી રેગ ઉત્પન્ન ન થાય પરીષહ અને ઉપસર્ગથી કષ્ટ ન પહોંચે તેને કઈ અનિષ્ટ સંજોગ ન આવી પડે, આવું આ મારું શરીર મને પાર ઉતારનારૂં અથવા શરણદાતા નથી.
આજ પ્રમાણે શય્યા અર્થાત્ ઉપાશ્રય (સ્થાનક) પથારી પીઠ-પાટ આદિ. ઘાસ વગેરેના બનેલા આસન તથા ચેલવઠ્ઠ આદિ વસ્ત્ર દરરોજ રોટી અને ધૂળથી ખરડાતાં હોય છે અને છેવટે એટલા જીર્ણ-શીર્ણ થઈ જાય છે કે તેમને પ્રથમને આકાર (આકૃતિ) પણ નષ્ટ થઈ જાય છે સંગોનું અતિમ પરિણામ વિયોગ છે.” આ ઉક્તિ અનુસાર બાહ્ય અથવા આન્તર શા અને શરીર વગેરેની સાથેના મારા જે પણ સંબંધ છે તે બધાં અકાલવિનધર અથવા ક્ષણભંગુર છે કારણ કે જે સંયોગની આદિ છે તેનો અનત અવયંભાવી છે. શું આ શરીર અથવા પથારી આદિ બાહ્યદ્રવ્ય, છેવટે તો બધાં જ નાશવન્ત છે.
આ પ્રકારનું ચિતન કરવાથી શરીર આદિમાં આસતિ રહેતી નથી અને શરીર વગેરે બાહ્યાભ્યન્તર દ્રવ્યની સાથે સંયેગ અથવા વિગ થવાથી શારીરિક અથવા માનસિક દુઃખ ઉત્પન્ન થતાં નથી આથી આ અનિત્યભાવના અત્યન્ત આવશ્યક છે.
(૨) અશરણાનુપ્રેક્ષ -અશરણતાનું ચિન્તન કરવું અશરણાનુપ્રેક્ષા છે. જેમ સુનસાન આશ્રય વગરના ગાઢ જંગલમાં બળવાન ભૂખ્યા અને માંસ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૫૮