________________
આપે છે. પરલેકની યાત્રા તરફ પ્રયાણ કરતા સમયે આમાંનું કેઈ સાથી બનતું નથી. એક માત્ર ધર્મ જ સાથે જાય છે.
આવી રીતે વિચાર કરવાથી સ્વજને તથા કુટુંબ-પરિવાર આદિ તરફ પ્રીતિ ઉત્પન્ન થતી નથી–મમતા ચાલી જાય છે અને અન્ય માણસો તરફ શ્રેષભાવ થતું નથી. આ જાતને વિચાર કરનારો નિઃસંગતાને ધારણ કરીને મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે.
(૫) અન્યવાનપ્રેક્ષા-શરીર અને ઈન્દ્રિયે આદિથી આત્માની ભિન્નતાનું ચિન્તન કરવું અન્યત્વાનુપ્રેક્ષા છે, શરીર અચેતન છે, હું ચેતન છું, શરીર અનિત્ય છે, હું નિત્ય છું, શરીર અજ્ઞાનમય છે, હું જ્ઞાનવંતે છું, શરીરની આદિ છે-અન્ત છે, હું અનાદિ અનન્ત છું, આ સંસાર-અટવીમાં ભમણ કરતા કરતા મેં ઘણી જાતના શરીર ધારણ કર્યા છે અને ત્યાગ પણ કર્યા છે એ જ રીતે આ પુદ્ગલમય અને અનિત્ય ઇન્દ્રિયાથી પણ હું નાખો છું. જયારે મારા શરીર આદિથી પણ મારી ભિન્નતા છે તે પછી બાહ્ય વસ્તુ એનું તે કહેવું જ શું? જે શરીર મારું પિતાનું નથી તે અન્ય પદાર્થો મારા કેવી રીતે હેઈ શકે? એવી ભાવના ભાવનાર અને મનનું સમાધાન કરનારા પુરૂષને શરીર આદિમાં સ્પૃહા રહેતી નથી. આવી સ્થિતિમાં આત્મજ્ઞાનની ભાવના ઉત્પન થવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે ત્યારે જીવ મોક્ષના આત્યન્તિક સુખને પ્રાપ્ત કરે છે.
(૬) અશુચિતાનુપ્રેક્ષા-આ શરીર પુષ્કળ ગંદકીનું સ્થાન છે. રજ તથા વીર્યથી ઉત્પન્ન થવાથી તથા મળ-મૂત્ર વગેરે ગંદી વસ્તુઓથી યુક્ત હેવાના લીધે, કેટલી વાર સ્નાન તથા વિલેપન કરીએ તે પણ આ શરીરની ગંદકી દૂર થતી નથી–થઈ શકતી નથી-સમ્યક્દર્શન વગેરેની ભાવના કરવામાં આવે તે જીવની આત્યંતિક શુદ્ધિ ઉપૂન થાય છે. આવું ચિન્તન કરવું અશુચિવભાવના છે. જે આ જાતનું ચિત્તવન કરે છે તે શરીર વગેરે પ્રતિ મમત્વહીન બની જાય છે અને વિરક્ત થઈને સંસાર-સાગર તરી જવા માટે તત્પર થઈ જાય છે.
() આસ્રવાનુપ્રેક્ષા-ઈન્દ્રિયે, ક્રોધ માન માયા લેભ રૂપ કષાય અને પ્રાણાતિપાત આદિ, કર્મના આસ્ટવના કારણ છે. આ સ્પર્શન વગેરે ઇન્દ્રિ પતંગ (પતંગીયું) માતંગ (હાથી) કુરંગ (હરણ), ભંગ (ભમરે) અને મીન (માછલી) વગેરે પ્રાણીઓને બન્ધનના દુઃખસાગરમાં ફેંકે છે. કષાય આદિ પણ વધ, બન્ધન આદિના કલેશને ઉત્પન્ન કરે છે અને જુદા જુદા પ્રકારના
ખોથી પ્રજવલિત નરક આદિ ગતિઓમાં પરિભ્રમણ કરે છે. આ રીતે આમ્રવના દેને વિચાર કર આસ્રવાનુપ્રેક્ષા છે. જે આ રીતે વિચાર કરે છે તેના મનમાંથી ક્ષમા આદિ પ્રત્યે શ્રેયસ્કરતાની ભાવનામાં ઓટ આવતું નથી. જે પાત-પિતાને કાચબાની માફક સંવૃત (સંવયુક્ત) કરી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૫૫