________________
(૧૦) બ્રહ્મચર્ય–સર્વથા મિથુન-ત્યાગરૂપ બ્રહ્મચર્યનું પાલન પણ સંવરનું કારણ છે.
આ રીતે ક્ષત્તિ આદિ દશ શ્રમણ ધર્મ સંવરના કારણે હોય છે. સમવાયાંગસૂત્રના દશમાં સમવાયમાં કહ્યું છે-શ્રમણુધર્મો દસ પ્રકારને કહેવામાં આપે છે જેમકે-(૧) ક્ષાતિ (૨) મુક્તિ (૩) આર્જવ (૪) માર્દવ (૫) લાયવ (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્યવાસ પા.
અનુપેક્ષાકે સ્વરૂપમાનિરૂપણ
“અgવેલ દિજાફ વાત મારાજા' ઈત્યાદિ સૂત્રાર્થ-અનિત્ય આદિ બાર પ્રકારની ભાવનાએ અનુપ્રેક્ષા કહેવાય છે. દા
તજ્યાથદીપિકા–આની પહેલા કમના આઅવના નિરોધ સ્વરૂપવાળા સાતમાં તત્વ સંવરના જે કાર સમિતિ, ગુપ્તિ ધમ અપેક્ષા પરીષહજય અને ચારિત્ર કહેવામાં આવ્યા હતા તેમાંથી સમિતિ, ગુદ્ધિ અને ધર્મનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે કમ પ્રાપ્ત અનુપ્રેક્ષાનું વિવેચન કરવામાં આવી રહ્યું છે.
અનિત્ય આદિ બાર ભાવનાઓ અનુપ્રેક્ષા છે. સૂત્રમાં પ્રયુકત આદિ શબ્દથી અશરણ, સંસાર એકત્વ અન્યત્વ, અશુચિત્વ, આઅવ, સંવર, નિજર લોભ, બધિદુર્લભ અને ધર્મસાધકત્વનું ગ્રહણ થાય છે. આ બારેનું વારંવાર ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે. આવી રીતે (૧) અનિત્યવાનુપ્રેક્ષા (૨) અશરણત્વાનપ્રેક્ષા (૩) સંસારાનુપ્રેક્ષા (૪) એકવાનુપ્રેક્ષા (૫) અન્યત્યાનુપ્રેક્ષા (૬) અશુચિ–ાનુપ્રેક્ષા (૭) આસ્ત્રવાનુપ્રેક્ષા (૮) સંવરાનુપ્રેક્ષા (૯) નિજધાનુપ્રેક્ષા (૧૦) લકાનુપ્રેક્ષા (૧૧) બેધિદુર્લભવાનુપ્રેક્ષા અને (૧૨) ધર્મસાધકાઉં. ત્યાનુપ્રેક્ષા આ બાર અનુપ્રેક્ષાઓ સંવરના કારણે છે. આ અપેક્ષાઓનું વરૂપ નીચે જણાવ્યા મુજબનું છે.–
(૧) અનિત્યવાનુપ્રેક્ષા–જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સ્વભાવવાળા આત્મા સિવાય કોઈ પણ અન્ય સમૃદિત વસ્તુ કાયમી નથી. આ શરીર અને ઈન્દ્રિ.
ના વિષય શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શ, સ્ત્રી વગેરે જેટલા પણ ઉપભેગપરિભેગના સાધન છે, એ બધાં જ પાણુંના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. પિતાની મૂઢતા તથા વિભ્રમના કારણે જ અજ્ઞાની પુરૂષ અને નિત્ય માને છે. આવી જાતનું ચિન્તન કરવું તે અનિત્યસ્વાનુપ્રેક્ષા છે. આ પ્રકારના ચિન્તનથી શરીર આદિ સંબંધી મમતા અને આસક્તિને અભાવ થઈ જાય છે અને જેમ એકવાર વાપરીને ફેંકી દીધેલી માળા વગેરેના વિગથી જેમ દુઃખ થતું નથી તેવી જ રીતે શરીર આદિના વિયોગના સમયે પણ દુઃખ થતું નથી.
(૨) અશરણત્યાનુપ્રેક્ષા –મનુષ્યના માથા ઉપર જ્યારે મૃત્યુ ઓકિયું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૫૩