________________
ન હોવું જોઈએ, બીજાને પીડા પહચાડે એવું ન હોવું જોઇએ, ચાડી રૂપ અથવા અપ્રતીતિકારક ન હોવું જોઈએ, તે ચપળતાથી રહિત હોય, કષાયની કલષતાથી રહિત હોય, અટકી-અટકીને ન બોલવામાં આવે-સતત–એકધારું ઉચ્ચારણ હોય, અવિરલ હોય, અબ્રાન્ડ હેય, છેતરપીંડીથી રહિત હોય, સ્પષ્ટ મધુર અને સાંભળવું ગમે એવું હેય, અભિજાત હોય, વિનયકત હોય, અસંદિગ્ધ, ઉદારતાયુક્ત, ઉદ્ધતતાથી રહિત, ગામડિયું ન હોય-વિદ્વાનજનનું આનરંજન કરવા માટે સમર્થ હેય આત્મપ્રશંસાથી રહિત હોય પ્રસ્તુત અર્થનું પ્રતિપાદન કરનારૂં હૈય, કોધ માન માયા અને લોભ કષાય યુક્ત હોય સેવન કરવા યોગ્ય તથા ગણધરે પ્રત્યેક બુદ્ધો તથા સ્થવિર દ્વારા રચિત સૂત્રમાર્ગ અનુકૂળ અર્થવાળું હોય અર્થનીય (વાંછનીય) હાય સ્વપરને અનુગ્રહ કરનારૂં હોય, ઉપાધિ તથા છળ-કપટ વગરનું હોય, દેશકાળને અનુકૂળ હોય, નિરવદ્ય હાય, જૈનશાસન દ્વારા પ્રશસ્ત હોય, યમનિયમથી યુક્ત હોય, ટૂંકું હોય–એવું પ્રશ્નોત્તર રૂપ વચન સત્ય કહેવાય છે. આ પણ સત્ય સંવરનું કારણ છે.
(૭) સંયમ-કાયવેગ આદિના નિગ્રહ લક્ષણવાળે સંયમ ધર્મ છે. સંયમ સત્તર પ્રકાર છે અને તે આસ્રવને નિરોધ કરીને સંવરનું કારણ બને છે.
(૮) તપ-સંયમી આત્માની વિશુદ્ધિ માટે બાહ્ય તથા આત્યંતર છે તપશ્ચર્યા છે તેને તપ કહે છે. શરીર તથા ઈન્દ્રિયેને તપ્ત કરનાર તથા કમેને ભસ્મ કરવાના કારણને તપ કહે છે. તપના બાર ભેદ છે જેમાં છ અનશન આદિ તથા કાયકલેશ રૂપ આતાપના આદિ છે. પ્રાયશ્ચિત્ત આદિ છ આત્યંતર તપ છે. ઉપવાસ, છઠ, અઠ્ઠમ, આદિના ભેદથી અથવા યવમધ્ય આદિના ભેદથી અથવા બાર ભિક્ષુપ્રતિમા રૂપથી તપના અનેક ભેદ-પ્રભેદ છે. એમનું વર્ણન અન્યત્ર જોઈ લેવું. આ તપ પણ આઅવનિરોધ રૂપ સંવરનું કારણ છે,
ત્યાગરજેરહણ, પાત્ર, ઉપધિ, શરીર, અન–પાણી, આદિ ખાટા પદાર્થોને તથા મન વચન કાયાના દૂષિત વ્યાપાર અને ક્રોધ વગેરે આંતરિક દેને પરિહાર કરવો ત્યાગ છે. આ ત્યાગ સંવરનું કારણ બને છે. ત્યાગી પુરૂષ, સંયમના કારણ હોવાને લીધે, રજોહરણ વગેરે ધારણ કરે છે, રાગાદિથી યુક્ત થઈને માત્ર શોભા ખાતર નહીં આ પ્રકારે બાહ્ય અને આત્યંતર ઉપકરણ આદિ વિષયક પરિગ્રહ રૂપ ભાવીષને સર્વથા ત્યાગ આસવ દ્વારને બંધ કરી દે છે. આ રીતે શરીર તથા ધર્મોપકરણ આદિમાં ભાવદોષ રૂપ આસક્તિને પરિત્યાગ કરીને મમત્વથી રહિત થઈ જવું ત્યાગ સમજે ઘટે. ઉક્ત પ્રકારથી ભાવષને ત્યાગ કરીને રજોહરણ પાત્ર આદિ બાહ્ય ઉપકરણને ઉપગ કરતે થકે પણ તે ત્યાગી જ ગણાય છે. આ ત્યાગ પણ કમસ્ત્રવ-નિરાધ રૂપ સંવરનું કારણ હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૫ ૨